સારા અલી ખાને હવે બધી જ હદ પાર કરી નાખી, બોલ્ડનેસ જોઇ સાવકી મમ્મી કરીના કપૂર પણ રહી જશે હેરાન- જુઓ તસવીરો

બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાને બહુ ઓછા સમયમાં સાબિત કરી દીધું છે કે તે પોતાની જાતને કોઈપણ પ્રકારના રોલમાં ઢાળી શકે છે. સ્ટાર કિડ હોવા છતાં પણ તેણે પોતાના દમ પર જ ઈન્ડસ્ટ્રીમાં એક ખાસ ઓળખ બનાવી છે. આજે લોકો સારાને સૈફ અલી ખાન અને અમૃતા સિંહની પુત્રી સિવાય તેના નામથી જ ઓળખે છે. અભિનેત્રીના ચાહકો આખી દુનિયામાં છે, જે તેની એક ઝલક માટે આતુર રહેતા હોય છે. આવી સ્થિતિમાં સારાને સતત ઘણા નવા પ્રોજેક્ટ્સ ઓફર કરવામાં આવી રહ્યા છે.

સારા તેની ફિલ્મો સિવાય તેના લુકને કારણે પણ ઘણી ચર્ચામાં છે. આ દિવસોમાં તે પોતાના બોલ્ડ લુકથી લોકોના હોશ ઉડાવી રહી છે. સારા સોશિયલ મીડિયા દ્વારા તેના ફેન્સ સાથે જોડાયેલી રહે છે. હાલમાં જ સારાએ બિકી ટોપ અને પેન્ટ સાથે શ્રગમાં હોટ અને બોલ્ડ ફોટોશૂટ કરાવ્યુ હતુ, ત્યારે હવે ફરી એકવાર સારાએ તેની હોટ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જે ફેન્સના દિલની ધડકન વધારી રહી છે. અભિનેત્રીએ તાજેતરમાં એક સિઝલિંગ ફોટોશૂટ કરાવ્યું છે.

આમાં અભિનેત્રી ડીપ નેક પ્રિન્ટેડ ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે. તેના લુકને કમ્પ્લીટ કરવા માટે તેણે લાઇટ મેક-અપ કર્યો છે અને વાળ ખુલ્લા રાખ્યા છે.અહીં સારાએ ગળાની ચેઇન સાથે લુકને એક્સેસરાઇઝ કર્યો છે. તેની કાતિલ અદા કોઈને પણ નશામાં ધૂત કરવા માટે પૂરતી છે. સારાએ બે તસવીર શેર કરી છે,જેમાં તે અલગ-અલગ પોઝ આપી રહી છે. આ ફોટોઝમાં તે ખૂબ જ હોટ અને ગ્લેમરસ લાગી રહી છે. સારાના આ ફોટોઝ હવે ફેન્સ વચ્ચે ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યા છે. લોકો તેના વખાણ કરતા થાકતા નથી.

સારાની સામે આવેલી તસવીરોને ખૂબ શેર કરવામાં આવી રહી છે. સારાના આ બોલ્ડ અંદાજને જોઇને ચાહકો તેને કરીના કપૂર ખાન સાથે કમ્પેર કરી રહ્યા છે. ઘણા લોકોનું કહેવુ છે કે સારા ખૂબસુરતી અને બોલ્ડનેસ મામલે કરીના પર પણ ભારે પડતી જોવા મળી રહી છે.સારાને પેપરાજી દ્વારા લગભગ જ રોજ સ્પોટ કરવામાં આવે છે. સારાના લુકના ચર્ચા અવાર નવાર થતી રહે છે. સારા લગભગ જિમ, યોગા અને પિલાટે ક્લાસ જતા રોજ સ્પોટ થતી રહે છે. આમ તો સારા ઘણીવાર તેની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95)

પરંતુ હાલની જે તસવીરો છે તેણે ઇન્ટરનેટ પર તહેલકો મચાવી દીધો છે. અભિને્રીએ જેવી જ આ તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કે તેના પર ચાહકોએ લાઇક્સ અને કોમેન્ટ્સનો વરસાદ કરી દીધો. સારાના કરિયરની વાત કરીએ તો તે છેલ્લે અક્ષય કુમાર અને ધનુષ સાથે ફિલ્મ ‘અતરંગી રે’માં જોવા મળી હતી. હાલમાં તે લક્ષ્મણ ઉતેકર દ્વારા દિગ્દર્શિત અનટાઈટલ ફિલ્મ વિશે ચર્ચાનો વિષય બની રહી છે. જો કે આ ફિલ્મની સત્તાવાર જાહેરાત હજુ કરવામાં આવી નથી.

Shah Jina