ટૂંકી ચડ્ડી પહેરીને ઇટલીમાં વેકેશન એન્જોય કરી રહી છે સારા અલી ખાન, તસવીરો જોતા જ ફેન્સ થયા ખુશખુશાલ
બોલીવુડના નવાબ એવા સૈફ અલી ખાન અને તેની પૂર્વ પત્ની અમૃતા સિંહની દીકરી સારા અલી ખાનને ઇન્ડસ્ટ્રીમાં આવ્યાના થોડો જ સમય થયો છે, પરંતુ તેણે ખૂબ જ ઓછા સમયમાં પોતાની ખાસ ઓળખ બનાવી લીધી છે. સારા અલી ખાન તે સ્ટાર કિડ્સમાની એક છે જે અવાર નવાર લાઇમલાઇટમાં આવી જાય છે. સારા અલી ખાને અત્યાર સુધીમાં શનાદાર ફિલ્મોમાં કામ કર્યું છે. સારા પોતાના અભિનયના સિવાય પોતાના બેબાક અંદાજ, ક્યુટનેસ અને સુંદરતાને લીધે પણ ચર્ચામાં બનેલી રહે છે.
સારા અલી ખાન પોતાના કામની સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ સક્રિય રહે છે અને પોતાની એકથી એક શાનદાર તસવીરો શેર કરતી રહે છે. સારાની ફિટનેસ અને તેનું આકર્ષક ફિગર લોકોને દીવાના બનવાતું રહે છે.સારાને હરવા-ફરવાનો ખુબ જ શોખ છે અને તે ફ્રી સમયમાં પોતાના પરિવાર સાથે વેકેશન પર દેશ વિદેશમાં ફરતી રહે છે.
હાલના દિવસોમાં સારા માં અમૃતા સિંહ સાથે ઇટલીમાં વેકેશનની મજા માણી રહી છે.ઇટલી વેકેશનની તસવીરો પણ સારાએ પોતાના એકાઉન્ટ પર શેર કરી છે, જેમાં સારા મા સાથે મન ભરીને મસ્તી કરતી જોવા મળી રહી છે. માં-દીકરીની બોન્ડિંગ અને પ્રેમ ચાહકોને ખુબ પસંદ આવી રહ્યો છે.
તસ્વીરોમાં અમૃતા સફેદ શર્ટ પહેરેલી તો સારા ગ્રીન ક્રોપ ટોપ અને પિન્ક શોર્ટસ પહેરેલી દેખાઈ રહી છે.તસ્વીરોમાં સારા એકદમ સિમ્પલ પણ સુંદર અંદાજમાં નો-મેકઅપ લુકમાં દેખાઈ રહી છે. એક તસવીરમાં મા-દીકરી સનસેટનો લુપ્ત ઉઠાવી રહ્યા છે જ્યારે અન્ય એકમાં બંને એકબીજા સામે સ્માઈલ કરતી દેખાઈ રહી છે.
એક તસવીરમાં સારા બ્રિજ પર ઉભા રહીને પોઝ આપી રહી છે, જેમાં સારાએ સનગ્લાસ અને કેપ પણ પહેરી છે, જેમાં તે હંમેશાની જેમ ખુબ જ ક્યૂટ અને સ્ટાઈલિશ લાગી રહી છે, તસ્વીરોમાં ઇટલી શહેરનો સુંદર નજારો પણ દેખાઈ રહ્યો છે.જ્યારે એક તસ્વીરમાં સારા પોતાની મિત્ર સાથે પોઝ આપતી દેખાઈ રહી છે. તસવીરો શેર કરીને સારાએ સુંદર કૈપ્શન પણ લખ્યું છે.
અમુક દિવસો પહેલા સારા કોફી વિથ કરન-7માં જાહ્નવી કપૂર સાથે પહોંચી હતી, જ્યા સારાએ પોતાના અંદાજ અને બેબાકીથી લોકોને હેરાન કરી દીધા હતા. શોમાં સારાએ એ પણ જણાવ્યું હતું કે છૂટાછેડા પછી મા અમૃતાએ કેવી રીતે તેનું ધ્યાન રાખ્યું હતું અને અમૃતા અને સૈફ વચ્ચેની બોન્ડિંગ વિશે પણ વાત કહી હતી.
સારા છેલ્લી વાર અક્ષય કુમાર અને ધનુષ સાથે ફિલ્મ અતરંગી રે માં જોવા મળી હતી, ફિલ્મમાં સારાના અભિનયની ખુબ પ્રશંસા કરવામાં આવી હતી. સારા આગામી ફિલ્મ ગેસલાઇટ ઈન ગુજરાતમાં જોવા મળશે. ફિલ્મમાં વિક્રાંત મેસી પણ મુખ્ય કિરદારામાં હશે. આ ફિલ્મ દ્વારા સારા-વિક્રાંતની જોડી પહેલી વાર દર્શકોને જોવા મળશે, જેની દર્શકોને આતુરતાથી રાહ છે.