હોટ શોટ્સ પહેરીને સારા અલી ખાને ફ્લોન્ટ કર્યા ટોન્ડ પગ, તેની સામે તો મલાઈકાની બોલ્ડનેસ પણ છે ફેઈલ

સારાએ એવી ટૂંકી ટૂંકી ચડ્ડી પહેરી કે મલાઈકાને પણ પડી ગયું ભારે , જુઓ બોલ્ડ તસવીરો

વાત જ્યારે બીટાઉનની હસીનાઓના જીમ લુકની હોય, ત્યારે કોઈ શંકા વિના હંમેશા ટોપ પોઝિશન પર મલાઈકા અરોરા રહે છે. જો કે કેટલીક વખત આ અભિનેત્રીઓને હોટ વર્કઆઉટ લુકના સંદર્ભમાં અન્ય અભિનેત્રીઓ પણ ટક્કર આપતી જોવા મળતી હોય છે. આ વખતે પણ એવું જ થયું છે. ટ્રેડિશનલ કપડાં પ્રેમી સારા અલી ખાન જીમ ક્લાસની બહાર વેસ્ટર્ન અવતારમાં કેમેરામાં કેદ થઈ હતી. આ વેસ્ટર્ન અવતારમાં  તેની સામે ગ્લેમરસ મલાઈકાનો લુક પણ ઝાંખો પડી જાય તેવો હતો.

સારાએ આ વખતે લેગિન્સ કે વર્કઆઉટ શોર્ટ્સ પહેર્યા સિવાય લાઈટ બ્લુ કલરના ડેનિમ મેડ શોટ્સ પહેર્યા હતા, જેમાં મિડ વેસ્ટ રાઇઝ હતું. આ શોર્ટ્સ પર રિપ્ડ અને ફ્રિન્જ પેટર્ન હતી જે તેને વધુ સ્ટાઇલિશ બનાવી રહ્યું હતું.

તસવીરમાં  જોઈ શકાય છે કે સારાએ જ્યારે શોર્ટ્સ પહેર્યા હતા ત્યારે તેના સુપર ટોન્ડ પગ ખુબ જ સરસ રીતે ફ્લોન્ટ થઇ રહ્યા હતા. જે ચોક્કસપણે ફિટનેસ ગોલ આપતા જોવા મળી રહ્યા હતા.  તેમજ આ અભિનેત્રીએ તેના હાથમાં ઘણાં બ્રેસલેટ પણ પહેર્યા હતા જે વિવિધ રંગના હતા. આ સાથે સારાએ તેના વાળ ખુલ્લા રાખ્યા હતા.

આ હોટ પેન્ટ સાથે સારાએ સફેદ રંગનો શર્ટ પહેર્યો હતો. તેમજ તેના ખભા પર ફંકી ટચ વાળું પ્રિન્ટેડ કાળા કલરની બેગ પણ હતી. જીમમાંથી બહાર આવતા જ સારાના વાળ ભીના દેખાઈ રહ્યા હતા. તેમજ તેણે મોઢા પર ફ્લોરલ પ્રિન્ટ માસ્ક પહેર્યું હતું. આ સમગ્ર દેખાવમાં સારા માથાથી લઈને પગ સુધી ખુબ જ સુંદર દેખાઈ રહી હતી.

તે જ ક્લાસની બહાર અભિનેત્રી ડેઝી શાહ પણ જોવા મળી હતી જે પણ ફિટનેસની બાબતમાં એકદમ આગળ રહે છે. ડેઝીએ સાયકલ શોર્ટ્સ પહેર્યું હતું, જેના પર તેણે ક્રૂ-નેકલાઇન સાથે સફેદ સાદી ટી-શર્ટ પહેરી હતી. અભિનેત્રીએ મોજા અને સ્લાઇડર્સ સાથે આ દેખાવને ફિનિશિંગ ટચ આપ્યું હતું.

અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રીયાની પણ જીમ ક્લાસની બહાર જોવા મળી હતી. આ દરમ્યાન તેણે બ્લેક લેગિંગ્સ અને તેના ઉપર ક્રોપ ટોપ પહેર્યું હતું. જ્યોર્જિયાના આ કપડાં સ્કિનફિટ હતા જે તેની ફિટ બોડીને હાઇલાઇટ કરી રહ્યા હતા. જો કે સારાની સામે આ અભિનેત્રીનો સ્ટાઇલિશ લુક પણ ઝાંખો પડતો હતો.

Patel Meet