મનોરંજન

મંદિરમાં ટીવીની સંસ્કારી વહુ અનુપમા સાથે થશે સારા અલી ખાનની ટક્કર, શું સારા અનુપમાના જીવનમાં ભરી દેશે રંગ- જુઓ વીડિયો

રૂપાલી ગાંગુલી સ્ટારર ટીવીનો ફેમસ અને પોપ્યુલર શો “અનુપમા” આ દિવસોમાં નવા નવા ટ્વીસ્ટ અને ટર્ન્સ સાથે આગળ વધી રહ્યો છે. જયાં હવે દર્શકો અનુજ-અનુપમાની પ્રેમ કહાનીને આગળ વધતી જોવા માટે બેચેન છે ત્યાં હવે કહાનીએ એવી કરવટ લીધી છે કે વનરાજ શાહ હવે ત્રીજી રિલેશનશિપમાં જતો જોવા મળી રહ્યો છે. આ મોટો ટ્વીસ્ટ એવો હશે જે અનુપમા, અનુજ સાથે સાથે પૂરા શાહ હાઉસ પર અસર કરી રહ્યો છે. પરંતુ આજના એપિસોડમાં દર્શકો માટે એક ખાસ સરપ્રાઇઝ આવવાનું છે. ગયા એપિસોડમાં આપણે જોયુ કે માલવિકા તેના ભાઇ અનુજ સાથે ઝઘડો કરી અને ગુસ્સામાં ઘર છોડી જતી રહે છે.

ત્યારે આજના એપિસોડમાં આપણે જોઇશું કે અનુજ અને અનુપમા બંને એકસાથે માલવિકાને શોધી રહ્યા છે. અનુપમા રસ્તામાં એક મંદિરમાં રોકાશે અને માલવિકા મળી જાય માટે પ્રાર્થના કરશે. ત્યારે જ મંદિરમાંથી બહાર નીકળતી વખતે એક છોકરી તેની સાથે અથડાશે. આ છોકરી બીજું કોઈ નહીં પણ રિંકુ સૂર્યવંશી એટલે કે બોલિવુડ અભિનેત્રી સારા અલી ખાન છે. અનુપમા સાથે તેની ટક્કર થતાં જ રિંકુ સૂર્યવંશી તેની સાથે તેની સમસ્યાઓ શેર કરવાનું શરૂ કરશે. તમે વિચારતા હશો કે રિંકુ કોણ છે ?

તો જણાવી દઈએ કે રિંકુ એટલે કે આજે રિલીઝ થનારી ફિલ્મ ‘અતરંગી રે’ની લીડ કેરેક્ટર સારા અલી ખાન…સારા અલી ખાન આજે અનુપમા શોમાં જોવા મળવાની છે. અનુપમા સાથે તેની ટક્કર થતાં જ રિંકુ તેના પતિના લગ્નનું દુઃખ સંભળાવે છે. રિંકુની વાત સાંભળીને અનુપમા પણ સ્તબ્ધ થઈ જાય છે. રિંકુ અનુપમાને કહે છે કે તે અતરંગી છે. આ દરમિયાન રિંકુને કંઈક યાદ આવે છે અને તે ત્યાંથી ભાગી જાય છે.

આ દરમિયાન અનુપમા ફરીથી અનુજ પાસે આવે છે. તે પૂછે છે કે તમે બંને ઝઘડો કરી રહ્યા હતા ત્યારે અક્ષયનું નામ આવ્યું, તે કોણ છે? જવાબમાં અનુજ કહે છે કે અક્ષય એ છોકરો હતો જેને માલવિકા પ્રેમ કરતી હતી. પણ તે છોકરો પૈસાને પ્રેમ કરતો હતો. અનુજને તેની હકિકતની જાણ થઇ ગઇ હતી. પરંતુ માલવિકા અનુજને અક્ષયને તેના જીવનમાંથી દૂર કરવાનું કારણ માને છે.

બીજી બાજુ જોઇએ તો શાહ હાઉસમાં કાવ્યા ફરી એકવાર વનરાજનો પ્રેમ મેળવવા માટે સતત પ્રયાસ કરી રહી છે. આ માટે તે રસોડામાં જઈને રસોઈ બનાવવાથી લઈને સોરી કહેવા સુધીનું બધુ કરતી જોવા મળશે. બા પણ તેના બદલાયેલા સ્વભાવની નોંધ લેશે. આ બધા વચ્ચે માલવિકાની શાહ હાઉસમાં એન્ટ્રી થાય છે. તે વનરાજ અને બા બાપુજી પાસેથી ઘરમાં રહેવાની પરવાનગી માંગે છે. તે બા, બાપુજી, વનરાજ દરેકને મનાવે છે. આ પછી વનરાજ તેને પોતાના ઘરમાં રહેવા દેવા માટે હા કહે છે. પણ આ બધું જોઈને કાવ્યાના હોશ ઉડી જાય છે.