મનોરંજન

બોલીવુડમાં સુપરહિટ ફિલ્મોમાં કામ કરનાર અભિનેતા અને ડાયરેક્ટરની પત્ની અને દીકરીએ પોતાને જીવતા સળગાવી દીધા

બોલીવુડના ફિલ્મમેકર સંતોષ ગુપ્તાની પત્ની અને તેમની દીકરીએ અંધેરીના એક ઉપનગરીય વિસ્તારમાં પોતાને જીવતા સળગાવી દીધા છે. પોલીસ દ્વારા મળેલી માહિતી પ્રમાણે સંતોષ ગુપ્તાની પત્નીનું નામ અસ્મિતા ગુપ્તા હતું અને તેમની દીકરીનું નામ સૃષ્ટિ ગુપ્તા હતું.

મીડિયા રિપોર્ટ પ્રમાણે અંધેરી વેસ્ટર્ન ડીએન નગર વિસ્તારમાં મા-દીકરીએ સોમવારે બપોર બાદ જ પોતાને આગની લપટોના હવાલે કરી દીધા હતા. પાડોશીઓની આની જાણકારી મળ્યા બાદ તેમને ફાયર બ્રિગેડને ફોન કર્યો હતો. જેના બાદ આ ઘટના ચર્ચામાં આવી હતી.

ઉતાવળમાં તે બંનેને મુંબઈની કૂપર હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા જ્યાં અસ્મિતાને મૃત જાહેર કરવામાં આવી હતી. જ્યાં સંતોષની દીકરી સૃષ્ટિ 70 ટકા જેટલું બાલી ગઈ હતી. તેને મંગળવારના રોજ નેશનલ બર્ન સેન્ટર સીફ્ટ કરવામાં આવી. જ્યાં માતાના મોતના એક દિવસ બાદ તેને પણ દમ તોડી દીધો હતો.

મળેલી માહિતી પ્રમાણે અસ્મિતા લાંબા સમયથી કિડનીની બીમારીનો સામનો કરી રહી હતી. જેના કારણે તેને આ પગલું ભર્યું છે. જ્યાંરે તેમની દીકરી પોતાની માતાની તકલીફોને સહન ના કરી શકી જેના કારણે તેને પણ પોતાની માતા સાથે જ આત્મદાહ કરી લીધો.

સંતોષ ગુપ્તાએ ગદર, ઘટક, અંદાજ અપના અપના, બિચ્છુ, હફ્તા બંધ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. અભિનયની સાથે સાથે તેમને ફિલ્મ નિર્માણના ક્ષેત્રમાં પણ ઘણી સારી ફિલ્મોનું નિર્માણ કર્યું છે. જણાવવામાં આવ્યું રહ્યું છે કે તેમની દીકરી તેની માતા સાથે રહેતી હતી.