ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન સંજુ સેમસનની લવ સ્ટોરી શરૂ થઇ હતી ફેસબુક પરથી, અભિનેત્રીઓને પણ ટક્કર આપે એવી છે તેની પત્ની, જુઓ તસવીરો

ટીમ ઈન્ડિયાનો વિકેટ કીપર બેટ્સમેન સંજુ સેમસન હાલમાં ક્રિકેટના મેદાનથી દૂર છે. તે ન તો દક્ષિણ આફ્રિકા સામેની પાંચ મેચની T20 શ્રેણીનો ભાગ છે કે ન તો તે ઈંગ્લેન્ડનો પ્રવાસ કરનારી ટીમનો ભાગ છે. આવી સ્થિતિમાં સંજુને તેના પરિવાર સાથે સમય પસાર કરવાની સારી તક મળી છે. તે પોતાના ફ્રી ટાઈમનો ભરપૂર આનંદ લેતો પણ જોવા મળ્યો.

સેમસનને ફરી એકવાર પોતાને સાબિત કરવાની તક મળી છે. ક્રિકેટની જેમ સંજુની લવસ્ટોરી પણ ઘણી રસપ્રદ છે. એક મેસેજે તેનું જીવન બદલી નાખ્યું. સંજુએ તેની ક્લાસમેટ ચારુલતાને સાથી બનાવી હતી. બંનેના લગ્ન 22 ડિસેમ્બર 2018ના રોજ થયા હતા. સેમસન અને ચારુલતા એકબીજાને ઈમાર ઈવાનિયોસ કોલેજથી ઓળખે છે. બંનેની લવ સ્ટોરી ત્યાંથી શરૂ થઈ.

સેમસને એકવાર તેની લવ સ્ટોરી જાહેર કરી હતી. તેણે કહ્યું હતું કે, “મેં પહેલી વાર 22 ઓગસ્ટ 2013ના રોજ ચારુલતાને મેસેજ કર્યો હતો. રાત્રે 11:11 વાગ્યે મેં તેને હાયનો મેસેજ મોકલ્યો હતો.” સેમસને આગળ કહ્યું, “તે દિવસથી પાંચ વર્ષ સુધી હું તેની સાથે ફોટો પોસ્ટ કરવાની રાહ જોઈ રહ્યો હતો. હું દુનિયાને કહેવા માંગતો હતો કે હું ચારુલતાને કેટલો પ્રેમ કરું છું અને તે મારા માટે કેટલી ખાસ છે.”

કોલેજ પછી સેમસન અને ચારુલતા લાંબા સમય સુધી એકબીજાથી દૂર રહ્યા. આ દરમિયાન બંને પોતપોતાની કારકિર્દી પર ધ્યાન આપી રહ્યા હતા. ચારુલતાએ માનવ સંસાધનમાં બીએસસી અને પીજી (પોસ્ટ ગ્રેજ્યુએટ) કર્યું. તેને અભ્યાસની સાથે ગીતો સાંભળવાનો શોખ હતો.

સંજુએ ઘણા સમય પછી ચારુલતાને મેસેજ કર્યો હતો. સામેથી કોઈ પ્રત્યુત્તર નહોતો. આનાથી સંજુ નારાજ થઈ ગયો. તે ચારુલતાને મળવા સીધો તેની કોલેજ ગયો. તે પછી બંનેએ ડેટિંગ કરવાનું શરૂ કર્યું. પાંચ વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ બંનેએ લગ્ન કરી લીધા. ચારુલતા સેમસન કેરળના તિરુવનંતપુરમના વતની છે.

સંજુ સેમસનની પત્ની સુંદરતામાં કોઈ અભિનેત્રીથી ઓછી નથી લાગતી. તેને તિરુવનંતપુરમમાં જ તેનું શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યું અને માર ઈવાનિયોસ કોલેજમાંથી રસાયણશાસ્ત્રમાં સ્નાતકની ડિગ્રી મેળવી, જ્યાંથી સંજુએ બીએ પણ કર્યું.

સંજુના કરિયરની વાત કરીએ તો તે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં કેરળ તરફથી રમે છે. ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધી 13 T20 મેચ રમ્યો છે. આ દરમિયાન તેના બેટમાંથી 174 રન થયા છે. આ દરમિયાન તેની એવરેજ 14.50 અને સ્ટ્રાઈક રેટ 121.67 હતો. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની વાત કરીએ તો સેમસને 55 મેચમાં 37.64ની એવરેજથી 3162 રન બનાવ્યા છે. તેના નામે 10 સદી અને 12 અડધી સદી છે.

આ ઉપરાંત સંજુએ લિસ્ટ-એ ક્રિકેટમાં 102 મેચ રમી છે. આ દરમિયાન 30ની એવરેજથી 2610 રન બનાવ્યા હતા. તેણે એક સદી અને 14 અડધી સદી ફટકારી છે. આઈપીએલ પર નજર કરીએ તો સંજુ રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન છે. તેણે 138 મેચમાં 29.14ની એવરેજથી 3526 રન બનાવ્યા છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 135.72 રહ્યો છે. સેમસને ત્રણ સદી અને 17 અડધી સદી ફટકારી છે.

Niraj Patel