શોએબ મલિકના છક્કા પર તાળીઓ વગાડતી જોવા મળી સાનિયા મિર્ઝા, લોકોએ ગંદી ગંદી ગાળો આપી – જુઓ PHOTOS

પાકિસ્તાને રવિવારે શારજાહમાં રમાયેલી મેચમાં સ્કોટલેન્ડને હરાવીને T20 વર્લ્ડ કપમાં સતત પાંચમી જીત નોંધાવી હતી. સુકાની બાબર આઝમ અને અનુભવી શોએબ મલિકની મજબૂત અડધી સદીના કારણે પાકિસ્તાને 20 ઓવરમાં 4 વિકેટે 189 રન બનાવ્યા હતા. આ પછી સ્કોટલેન્ડની ટીમ 6 વિકેટે 117 રન બનાવી શકી હતી અને 72 રનથી મેચ હારી ગઈ હતી. મલિકે આ મેચમાં તોફાની અડધી સદી ફટકારી હતી અને અણનમ પરત ફર્યો હતો. જ્યારે તે સિક્સર ફટકારી રહ્યો હતો ત્યારે સ્ટેડિયમમાં હાજર તેની પત્ની ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા તાળીઓ પાડતી જોવા મળી હતી.

શોએબ મલિકે પોતાની ઇનિંગમાં 6 સિક્સર ફટકારી અને T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન માટે સૌથી ઝડપી ફિફ્ટીનો રેકોર્ડ બનાવ્યો. જ્યારે શોએબ મલિક મેદાનમાં સિક્સર મારી રહ્યો હતો ત્યારે તેની પત્ની સાનિયા મિર્ઝા સ્ટેન્ડમાં ઉભા રહીને તાળીઓ પાડી રહી હતી. પાકિસ્તાનની ઈનિંગની છેલ્લી ઓવરમાં શોએબ મલિકે 26 રન બનાવ્યા, આ દરમિયાન તેણે 3 સિક્સ અને એક ફોર ફટકારી. શોએબ મલિકની ફિફ્ટી આ T20 વર્લ્ડ કપની સૌથી ઝડપી ફિફ્ટી છે, તેણે ભારતના કેએલ રાહુલની બરાબરી કરી છે.

શોએબ મલિકે પોતાની ઈનિંગમાં 18 બોલમાં 54 રન બનાવ્યા હતા, આ દરમિયાન તેણે 6 સિક્સ અને 1 ફોર ફટકારી હતી. શોએબ મલિકનો સ્ટ્રાઈક રેટ 300 હતો. જણાવી દઈએ કે 40 વર્ષીય શોએબ મલિક ટી20 વર્લ્ડ કપમાં જ ટીમમાં પરત ફર્યો છે.

આ તોફાની ઇનિંગ માટે મલિકને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. તેણે કહ્યું, ‘છેલ્લી મેચોમાં, અમે જોયું કે જો અમે શરૂઆતની વિકેટો ન ગુમાવીએ, તો અંતે મોટો સ્કોર કરવાની તક છે. હું સારા ફોર્મમાં ચાલી રહ્યો છું પરંતુ હું સતત સારું પ્રદર્શન કરીને ટીમને મદદ કરવાનો પ્રયાસ કરું છું. હું અત્યારે ખૂબ જ ફિટ અનુભવું છું. અમારે ઓસ્ટ્રેલિયા સામે (સેમી ફાઇનલમાં) અમારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાનું છે. પાકિસ્તાન હવે 11 નવેમ્બરે સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે.

સાનિયા મિર્ઝાને સ્ટેડિયમમાં પતિ માટે ચીયર કરતા જોઇ યુઝર્સ તેના સ્ક્રીન શોટ અને તસવીરો શેર કરી અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યુ- સાનિયા મિર્ઝાની ટીમ વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાઈ ગઈ છે અને તે તેના પતિની બેટિંગની ખુશી મનાવી રહી છે. એક અન્ય યુઝરે લખ્યું, સાનિયા મિર્ઝા ભારતની હારને ભૂલી ગઈ છે અને તે સ્ટેડિયમમાં પતિના સપોર્ટમાં અને તેને ચીયર કરવા માટે આવી છે.

એક અન્ય યુઝરે સાનિયાને લકી ચાર્મ ગણાવી અને કહ્યુ કે તે હંમેશા શોએબ મલિક માટે લકી ચાર્મ છે. તે જ્યારે પણ આવે છે ત્યારે શોએબ દમદાર પ્રદર્શન કરે છે.આવી રીતે સોશિયલ મીડિયા યુઝર્સ અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

જણાવી દઈએ કે પાકિસ્તાન પહેલા જ સેમીફાઈનલમાં પહોંચી ગયું છે, શોએબ મલિકની આ ઈનિંગની મદદથી તેણે સ્કોટલેન્ડ સામે 189 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. પાકિસ્તાન ઉપરાંત ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડની ટીમો સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

Shah Jina