BREAKING: સાનિયા મિર્ઝાના પરિવારે છૂટાછેડા વિશે કર્યો સૌથી મોટો ખુલાસો

Tenis Star Sania Mirza and Shoaib Malik Divorce News Updates | પાકના પૂર્વ ક્રિકેટર શોએબ મલિકે ગઈકાલે શનિવારે હિરોઈન સના જાવેદ સાથેના લગ્નની જાહેરાત કરી હતી. આ સાથે એ વાતની પુષ્ટિ થઈ ગઇ કે તે નિવૃત્ત ઇન્ડિયન ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝાથી અલગ થઈ ગયો છે.

શોએબ મલિકે પોતાના ઇન્સ્ટાગ્રામ પર તેના ત્રીજા લગ્નની તસવીરો શેર કરી હતી, પરંતુ પાકિસ્તાની મીડિયાના એક અહેવાલમાં ઘટસ્ફોટ થયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે શોએબના પરિવારનો કોઈ સભ્ય લગ્નમાં સામેલ થયો ન હતો.

આ સાથે જ ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝાએ શોએબથી અલગ થવાનો નિર્ણય કેમ લીધો તે પણ સામે આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાના પિતાએ પુષ્ટિ કરી છે કે તે હિરોઈન સના જાવેદ સાથેના લગ્ન વચ્ચે શોએબ મલિક સાથે સાનિયાએ તલાક નહીં પણ ‘ખુલા’ લીધા છે.

તેનો મતલબ એ છે કે વાઈફ હસબન્ડની પરવાનગી વિના છૂટાછેડા લઈ શકે છે. મીડિયા રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે સાનિયા મિર્ઝા શોએબ મલિકના કથિત લગ્નેતર સંબંધો (એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ)થી કંટાળી ગઈ હતી.

પાક ફેમસ ક્રિકેટર શોએબ મલિકે હાલમાં જ ત્રીજા લગ્ન કર્યા હતા. ક્રિકેટર શોએબે પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદને પોતાની નવી લાઈફ પાર્ટનર તરીકે પસંદ કરી હતી. શોએબ મલિકે ઇન્ટરનેટમાં તેના નિકાહની તસવીરો શેર કરી હતી.

હવે શોએબ મલિકના ત્રીજા લગ્ન પર મિર્ઝા પરિવાર અને ટીમ સાનિયા તરફથી નિવેદન સામે આવ્યું છે. નિવેદન અનુસાર, સાનિયા અને શોએબના થોડા મહિના પહેલા છૂટાછેડા થયા હતા.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘ટેનિસ પ્લેયર સાનિયાએ હંમેશા તેના પર્સનલ લાઈફને ફેન્સની નજરથી દૂર રાખ્યું છે. જો કે, આજે તેમને કહેવાની જરૂર આવી છે કે શોએબ અને તેના છૂટાછેડાને થોડા મહિનાઓ થયા છે. તે શોએબને તેની નવી સફર માટે શુભેચ્છા વિશ છે.

તેમના જીવનના આ સંવેદનશીલ સમયગાળામાં, અમે તમામ ચાહકો અને શુભેચ્છકોને વિનંતી કરવા માંગીએ છીએ કે તેઓ કોઈપણ પ્રકારની અટકળોથી દૂર રહે અને તેમની પ્રાઇવસીનું ન્માન કરે.

તમને જણાવી દઈએ કે શોએબ મલિક હજુ પણ પ્રોફેશનલ ક્રિકેટમાં સક્રિય છે, જ્યારે સાનિયાએ ગયા વર્ષે ટેનિસમાંથી નિવૃત્તિ લીધી હતી.37 વર્ષની ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝા ગ્રાન્ડ ડબલ્સમાં છ વખત ચેમ્પિયન રહી ચૂકી છે.

સાનિયાએ ડબલ્સમાં જીતેલા છ ગ્રાન્ડ સ્લેમ ખિતાબમાં ત્રણ મિક્સ્ડ ડબલ્સ અને એટલી જ સંખ્યામાં મહિલા ડબલ્સ ટાઇટલનો સમાવેશ થાય છે. તેણીએ 2016 માં ઓસ્ટ્રેલિયન ઓપન મહિલા ડબલ્સ ટાઇટલ જીતીને તેનું છેલ્લું ગ્રાન્ડ સ્લેમ હાંસલ કર્યું હતું.

5 મહિના સુધી એક બીજાને ઓળખ્યા પછી બન્નેએ નિકાહ કરવાનો નિર્ણય કર્યો હતો. લગ્ન હૈદરાબાદમાં થયા હતા. તે પછી લાહોરમાં રિસેપ્શન રાખવામાં આવ્યું હતું. લગ્નના 8 વર્ષ પછી પુત્ર ઇઝહાનનો જન્મ થયો હતો.

YC