નીતીશ રાણાની સ્ટાઈલીશ વાઈફની આ 7 તસવીરો જોઈને કહેશો, બોલીવુડની હીરોઇનો નબળી પડે છે આની સામે…
IPLની 14મા સિઝનની ત્રીજી મેચ રવિવારે કોલકાતા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે થઇ હતી. આ રોચક મુકાબલામાં કોલકાતાએ હૈદરાબાદને હરાવી દીધુ હતુ. આ મેચના હીરો KKRના સલામી બલ્લેબાજ નીતીશ રાણા રહ્યા. નીતીશ રાણાએ મેચની શરૂઆતમાં જ ચોગ્ગાનો વરસાદ કરી દીધો હતો. રાણાએ આ પારીમાં 9 ચોગ્ગા અને 4 સિક્સ મારી હતી. તેણે 56 બોલમાં 80 રન બનાવ્યા હતા.
View this post on Instagram
તમને જણાવી દઇએ કે, નીતીશ રાણાએ વર્ષ 2019માં સાચી મારવાહ સાથે લગ્ન કર્યા હતા. સાચી ખૂબ જ ખૂબસુરત છે અને તે ઈન્ટિરિયર ડિઝાઇનર છે. સાચી આઇકોનિક ઇન્ટિરિયર ડિઝાઇનર તરીકે જાણીતી છે અને તે તેના નામથી ડિઝાઇન સ્ટુડિયો પણ ચલાવે છે.
View this post on Instagram
નીતીશ અને સાચી બંનેએ લગ્ન પહેલા 3 વર્ષ ડેટિંગ કર્યું હતું. એક શો દરમિયાન રાણાએ જણાવ્યું હતું કે, તેની સાંચી સાથે પ્રથમ મુલાકાત ફૂટબોલ મેદાન પર થઈ હતી. સાંચી ત્યાં વોક કરવા આવતી હતી. તેનો નંબર મળતા જ નિતીશે તેને મેસેજ કર્યો હતો.
View this post on Instagram
નીતીશ અને સાંચીના ભાઈઓ સાથે ફૂટબોલ રમતા હતા. નીતીશને પણ ક્રિકેટ સાથે ફૂટબોલનો શોખ છે. ધીમે-ધીમે નીતીશ અને સાંચીમાં વાતો થવા લાગી અને તેમણે લગ્ન કરવાનો નિર્ણય કર્યો.
View this post on Instagram
સાંચી ઘણી જ સુંદર છે અને તે સુંદરતાની બાબતમાં બોલિવૂડ અભિનેત્રીઓને ટક્કર આપે છે. સાંચી કોમેડિયન અને ટીવી સ્ટાર કૃષ્ણા અભિષેકની પિતરાઈ બહેન પણ છે. સાંચી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને પતિ સાથેની પણ ઘણી તસવીરો શેર કરતી રહે છે. ઈન્સ્ટાગ્રામ પર સાંચીના ઘણા ફોલોઅર્સ છે.
View this post on Instagram
આઈપીએલ 2021ની હૈદરાબાદ વિરુદ્ધની એક મેચ દરમિયાન નિતિશ રાણાએ અડધી સદી પૂર્ણ કર્યા બાદ પોતાની આંગળીમાં રહેલી રિંગ દેખાડી હતી. આ રિંગ તેને તેની પત્નીએ ભેટમાં આપી છે.
View this post on Instagram
તમને જણાવી દઇએ કે, IPL 2021 શરૂ થયા પહેલા નીતીશ રાણા કોરોના સંક્રમિત થઇ ગયા હતા. જો કે, તેમણે કોરોનાને હરાવીને મેદાન પર વાપસી કરી હતી.
View this post on Instagram
નીતીશ ડોમેસ્ટિક ક્રિકેટમાં દિલ્હી તરફથી રમે છે. નીતીશે આ વર્ષે વિજય હઝારે ટ્રોફીની 7 મેચોમાં 2 અડધી સદી અને 1 સદી ફટકારી હતી. જ્યારે આઈપીએલની 61 મેચોમાં 1517 રન કર્યા છે. જેમાં તેનો શ્રેષ્ઠ સ્કોર 87નો રહ્યો છે.