અભિનેત્રી સના ખાન બોલીવુડને છોડ્યા પછી પણ સતત ચર્ચામાં રહેતી જોવા મળેછે . તેને ભલે ફિલ્મી દુનિયા છોડી દીધી હોય પરંતુ સોશિયલ મીડિયા દ્વારા તે તેના ચાહકો સાથે જોડાયેલી રહે છે અને પોતાના અંગત જીવનની તસવીરો અને વીડિયો પણ શેર કરતી રહે છે. સના પોતાના પતિ સાથે વેકેશન પર જતા પણ સ્પોટ થાય છે.
હાલમાં જ સના ખાન તેના પતિ અનસ સૈયદ સાથે માલદીવ વેકેશન ઉપર ગઈ છે. પોતાના આ પ્રવાસની શરૂઆત કરતા સનાએ એરપોર્ટ ઉપર નમાજ પણ અદા કરી હતી. જેનો એક વીડિયો પણ તેને સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. જે હાલ સોશિયલ મીડિયા ઉપર ખુબ જ વાયરલ પણ થઇ રહ્યો છે.
વીડિયોની અંદર સના ખાન એરપોર્ટ ઉપર કોરોના પ્રોટોકોલનું પાલન કરતી પણ જોવા મળી હતી. સનાએ વીડિયોની અંદર જણાવ્યું કે એરપોર્ટ ઉપર સલામતીનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું અને બધું જ અપ-ટુ ધ માર્ક હતું. આ દરમિયાન તે બુરખામાં નજર આવી. જો કે એરપોર્ટ ઉપર ઉછળ કુંડ કરતી સના પોતાની ખુશીને બુરખામાં પણ છુપાવી ના શકી.
વીડિયોની અંદર સનાને અને તેના શોહરને નમાજ અદા કરતા પણ જોઈ શકાય છે. સના કહે છે કે, “અમે એરપોર્ટ ઉપર જ નમાજ અદા કરી કારણ કે નમાજ ના કરી સારું નથી. તેના આ વીડિયોની અંદર સના એરપોર્ટથી લઈએં સી પ્લેનની સવારે અને ત્યારબાદ હોટલમાં વેલકમ ડ્રિન્ક એન્જોય કરવાની દરેક પળ રજૂ કરી છે.
સનાએ માલદીવના દરિયા કિનારે મજા માણતી તસવીરો પણ શેર કરી છે. પર્પલ રંગના બુરખામાં સના સમુદ્ર અને શાંતિ ભરેલી નજરો સાથે જોવા મળી રહી છે. સેનાએ એક તસ્વીર શેર કરીને પતિ અનસના થાકનો પણ ઉલ્લેખ કર્યો છે.
તમને જણાવી દઈએ કે આ કપલે નિકાહ પછી કાશ્મીરમાં બંને રોમેન્ટિક અંદાઝમાં જોવા મળ્યા હતા. બરફની અંદર બાઈક સવારી અને મઝા બોલીવુડને અચાનક અલવિદા કહીને સુરતના મૌલાના સાથે લગ્ન કરી લેનાર અભિનેત્રી સના ખાન પોતાના હનીમૂનને લઈને ઘણી જ ચર્ચામાં છે. તે થોડાક મહિના પહેલા સના ખાન પતિ મુફ્તી અનસ સાથે કાશ્મીરમાં હનીમૂન માણી રહી હતી.. તેની હનીમૂનની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઇ રહ્યા છે.
View this post on Instagram
સનાએ લખ્યું છે કે, “બીચ ઉપર રિલેક્ષ કરતા. અને હા મિયાં બીચથી થાકી ગયો છે મારી તસવીરો લેતા લેતા.” સનાના પતિ અનસે પણ માલદીવઅમથી આપડેટ શેર કરી છે. તેને પુલમાં રિલેક્સ કરતા પોતાની તસ્વીર શેર કરી છે.
View this post on Instagram
આ ઉપરાંત તે સના સાથે ટેબલ ટેનિસ રમતો પણ જોવા મળે છે. આ ઉપરાંત અનસે એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં તેને ખુબ જ સુંદર કેપશન પણ લખ્યું છે, અનસે લખ્યું છે કે, “એક પુરુષની સૌથી સારી મિત્ર તેની પત્ની હોય છે.”
View this post on Instagram
બંનેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યા છે. લોકો તેમની જોડીને સલામત રહેવાનું દુઆ પણ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે સનાએ નવેમ્બર 2020માં અનસ સાથે નિકાહ કર્યા હતા. તેને તસવીરો શેર કરી અને પોતાના લગ્નની જાહેરાત કરી હતી.