ચોંકાવનારો કિસ્સો / જો-જો કારમાં AC ચાલુ કરીને સૂઈ જતા! મહીસાગરમાં રિટાયર્ડ આર્મી જવાનનું મોત, ઘટના જાણશો તો ચોંકી જશો
કારમાં AC ચાલુ કરી સૂઈ જતા હોવ તો સાચવજો, આર્મી મેનને ઊંઘમાં જ આવ્યું મોત
હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.
ગુજરાતમાંથી અવાર નવાર અકસ્માતે મોતના ઘણા મામલા સામે આવે છે, ત્યારે હાલમાં મહીસાગરમાંથી અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે, મહીસાગરના ખાનપુરના ચનાશેરો ગામમાં ગરમીથી રાહત મેળવવા કારનું એસી ચાલુ કરીને ઉંઘેલા રિટાયર્ડ આર્મી જવાનું મોત નીપજ્યું છે. જવાન ગરમીથી રાહત મેળવા ગાડીનું AC ચાલુ કરી સુઈ ગયા અને એ સમયે ગાડીનું પેટ્રોલ ખતમ થઈ જવાને કારણે ગૂંગળામણને પગલે આર્મી જવાનનું મોત નીપજ્યું છે.
જવાનના મોત બાદ ગામના લોકો દ્વારા કારના દરવાજા તોડી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. આજકાલ ગરમી વધુ હોવાને કારણે રાહત મેળવવા લોકો એસીનો ઉપયોગ કરતા હોય છે પરંતુ આ ક્યારેક જીવલેણ પણ સાબિત થઈ શકે છે. કારમાં એસી ચાલુ કરી સૂવું બહુ જ ખતરનાક સાબિત થઈ શકે છે.
હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.