ક્યાં રવાના થઇ ગ્લેમર ઈન્ડસ્ટ્રીને અલવિદા કહી ચૂકેલી સના ખાન? જણાવ્યુ કેમ સફર છે ખાસ અને ખૂબસુરત

લગ્ન બાદ ખૂબસુરત સફર પર નીકળી સના ખાન, પતિ અનસ સૈયદ સાથે ઘણુ કરી રહી છે એન્જોય- જુઓ વીડિયો

એક્ટિંગને અલવિદા કહી ચુકેલી ભૂતપૂર્વ અભિનેત્રી સના ખાન હવે તેના પતિ અનસ સૈયદ સાથે લગ્ન બાદ જીવનનો આનંદ માણી રહી છે. સના ખાને ગયા વર્ષે ગુજરાતના બિઝનેસમેન અનસ સૈયદ સાથે લગ્ન કર્યા હતા. તે હવે તેના લગ્નજીવનનો આનંદ માણી રહી છે. લગ્ન બાદ લોકોડાઉન અને કોરોનાને લગતા પ્રતિબંધ હટાવ્યા બાદ તે તેના પતિ સાથે હનીમૂન માણવા માલદીવ ગઈ હતી. આ પછી હવે તેનો વધુ એક વીડિયો સામે આવ્યો જેમાં તે પતિ અનસ સાથે લોંગ ડ્રાઈવ એન્જોય કરી રહી હતી. હવે સના તેના પતિ સાથે બીજી સુંદર સફર પર નીકળી છે.

સના ખાને ઈન્સ્ટાગ્રામ પર તેની સુંદર જર્નીનાં ફોટા અને વીડિયો ચાહકો સાથે શેર કર્યા છે. આ તસવીરો અને વીડિયો શેર કરતી વખતે તેણે કહ્યું કે તે ચાહકોને દરેક ક્ષણ અને ફૂડ વિશે માહિતગાર કરશે. વાસ્તવમાં સના ખાન તેના પતિ સાથે ઉમરાહ માટે મક્કા પહોંચી છે. તેણે ફ્લાઈટમાં બેઠેલી તસવીર શેર કરી છે. આ તસવીરમાં તે સફેદ બુરખામાં અને તેના પતિ અનસને સફેદ આઉટફિટમાં જોઈ શકાય છે.

આ તસવીર શેર કરતા સનાએ લખ્યું, “ઉમરાહ, શું હસીન સમા હશે, શું હસીન ક્ષણહશે, જ્યારે ખાના-એ-ખુદામાં અમારા હજારી હશે, લગ્ન પછીના અમારા જીવનની સુંદર સફર.” આ પછી સનાએ એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં સના તેના પતિ સાથે હોટલમાં પ્રવેશતી જોઈ શકાય છે. હોટેલમાં તેમનું સ્વાગત અને માર્ગદર્શન કરવામાં આવી રહ્યું છે. આ વિડીયો શેર કરતા સના ખાને લખ્યું, “અને સુંદર સફર શરૂ થઈ. મક્કાની સૌથી લોકપ્રિય હોટેલમાં. આવનારા દિવસોમાં રોકાવાનું, ખાવાનું અને તમામ બાબતો વિશે ટૂંક સમયમાં માહિતી આપીશ. જો તમે અહીં રહેશો તો તમને બધું જ ખબર પડી જશે.”

સના ખાનની આ પોસ્ટ પરથી સ્પષ્ટ થાય છે કે તે આ માટે ખૂબ જ ઉત્સાહિત છે. આ સાથે સના ખાને ત્યાં પહોંચ્યા બાદ તેની હોટલનો એક શાનદાર વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં સના ખાન હોટલમાં પોતાનો આલીશાન રૂમ તેમજ હોટલના રૂમની બહારનો નજારો બતાવતી જોવા મળે છે, જે તેના માટે સૌથી રોમાંચક બાબત છે. સના ખાનની હોટલના રૂમમાંથી કાબા સ્પષ્ટ દેખાઈ આવે છે.

આ સાથે અનસ સૈયદે આ પ્રવાસની કેટલીક સુંદર યાદો પણ વીડિયો દ્વારા શેર કરી છે. તમને જણાવી દઈએ કે સના ખાને 20 નવેમ્બર 2020ના રોજ સુરતના મૌલવી અને બિઝનેસમેન અનસ સૈયદ સાથે ખાનગી રીતે લગ્ન કર્યા હતા. તેઓએ 22 નવેમ્બર 2020 ના રોજ તેમના લગ્નની જાહેરાત કરતા તેમના લગ્નનો ફોટો શેર કર્યો, જેની સાથે તેઓએ કેપ્શનમાં લખ્યું, “અલ્લાહની ખાતર એકબીજાને પ્રેમ કરો. અલ્લાહ માટે એકબીજા સાથે લગ્ન કર્યા. અલ્લાહ આપણને આ દુનિયામાં એક રાખે.

 

View this post on Instagram

 

A post shared by Saiyad Sana Khan (@sanakhaan21)

Shah Jina