આટલા મોંઘા મોબાઈલમાં અચાનક લાગી હતી આગ, મોબાઇલમાંથી નીકળવા લાગ્યો ધુમાડો અને પછી થયું કંઈક આવું…

આટલા મોંઘા મોબાઈલમાં અચાનક લાગી આગ, વીડિયો જોઈને કરોડો લોકોની રાડ ફાટી ગઈ…ચેતી જજો ક્યાંક તમે આ કંપનીનો ફોન વાપરતા નથી ને?

આપણે ઘણી વાર મોબાઈલ બ્લાસ્ટ થવાના કિસ્સા સાંભળતા હોઈએ છીએ કે કોઈક કારણોસર મોબાઈલમાં આગ લાગી જતી હોય છે કે મોબાઈલ બ્લાસ્ટ થઇ જતો હોય છે. આજે એવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં મોબાઈલ વાપરતી વખતે તેમાં આગ લાગી જાય છે. સામે આવેલ વીડિયો સેમસંગનો ‘Galaxy Note 7’ની યાદ અપાવે છે જેમાં કોઈક કારણોસર મોબાઈલમાં આગ લાગી જતી હોય છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને તમે ચોકી જશો.

ચાડ ક્રિશ્ચયન નામના એક ટ્વિટર યુઝરે વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તેમના નવા મોબાઈલ ‘Samsung Galaxy Z Fold 3’માંથી ધુમાડો નીકળી રહ્યો છે. પોસ્ટ અનુસાર મોબાઈલમાં આગ લાગી ગઈ હતી જયારે તે સેમસંગને પાછો મોકલવા માટે પેક કરી રહ્યા હતા. ‘Galaxy Note 7’ની સાથે પણ કંઈક આવું જ થયું હતું પરંતુ આ પોસ્ટ કેટલી સાચી છે એ વાતની પુષ્ટિ થઇ શકી નથી.

ચાડ ક્રિશ્ચયને ટ્વિટર પર શેર કરેલા વીડિયો પરથી લાગી રહ્યું છે કે મોબાઈલમાં આગ લાગી ગઈ છે જયારે તે મોબાઈલને પેક કરીને સેમસંગને પાછો મોકલવાનો હતો. ચાડ ક્રિશ્ચયને પુષ્ટિ કરી છે કે લગભગ એક અઠવાડિયા પહેલા મોબાઈલ તેમના બાઈક ઉપરથી પડી ગયો હતો અને મોબાઈલને નુકસાન થયું હતું.

ત્યારબાદ તે સેમસંગ રીપેર સેન્ટર પહોંચ્યા હતા જ્યાં તેમને રિપ્લેસમેન્ટ પ્રાપ્ત કરવા માટે સેમસંગે યુનિટ પાછો મોકલવાનો કહ્યું હતું. જયારે ચાડ ક્રિશ્ચયન મોબાઈલને પેક કરવાના હતા તો મોબાઈલમાં આગ લાગી ગઈ હતી જે એક પંચર બેટરીના કારણે થઇ શકે છે.

તે જ ટ્વિટમાં ચાડ ક્રિશ્ચયન પુષ્ટિ કરી છે કે મને શંકા નથી કે આ ‘Galaxy Note 7’ પ્રકારનો મુદ્દો છે જે બેટરીના કારણે આગ લાગી હતી. જોકે તેમણે એ વાતને લઈને ચિંતા વ્યક્ત કરી હતી કે ટ્રાન્ઝિટ વખતે મોબાઈલમાં આગ લાગી જાત તો શું થાત.

પ્રતિકાત્મક તસવીર

યુઝરના ટ્વિટરને જોતા લાગે છે કે ડિવાઇસની બેટરી પાડવાના કારણે નુકશાન પહોંચ્યું હતું. પેકીંગ દરમ્યાન ફોનની અંદર કંઈક શોર્ટ સર્કિટ થયું હશે જેના લીધે મોબાઈલમાં આગ લાગી હશે.

પ્રતિકાત્મક તસવીર

આ ઘટના વિશે એક ચોંકાવનારી વાત એ હતી કે સેમસંગ રીપેર સેન્ટરને મોબાઈલ જાતે કલેક્ટ કરવાનો હતો, જો એવું થયું હોત તો આ ઘટના બનતી જ નહિ. ‘Samsung Galaxy Z Fold 3’જ નહિ શારીરિક ક્ષતિ વાળા કોઈ પણ મોબાઈલ યુઝર માટે ખતરો હોય છે.

પ્રતિકાત્મક તસવીર

જો તમારી પાસે એક મોબાઈલ છે જેની બેટરીફૂલી ગઈ છે કે પછી કોઈ કારણોસર ખરાબ થઇ ગયો છે તો તેને કંપની જોડે જ સરખો કરાવવો. ખરાબ થયેલી બેટરી વાળા મોબાઈલ ફોન બૉમ્બ સમાન હોય છે જેને લીધે ભયાનક ઘટના થઇ શકે છે.

Patel Meet