વાનખેડે વિરુદ્ધ ભ્રષ્ટાચાર : NCB ઝોનલ ડાયરેક્ટર બોલ્યા મારી બહેન તથા સ્વર્ગવાસી માતાને પણ ના છોડ્યા – જાણો વિગત

મુંબઈ ડગ કેસની તપાસ કરી રહેલા NCB ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે આજે સ્પેશિયલ NDPS કોર્ટમાં હાજર થયા અને બે એફિડેવિટ દાખલ કરી. મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિક દ્વારા તેમના પર લગાવવામાં આવેલા આરોપ સામે સમીર વાનખેડેએ કોર્ટને જણાવ્યું હતું કે તેમને ધમકી આપવામાં આવી રહી છે અને તેમની બહેન અને સ્વર્ગવાસી માતાને નિશાન બનાવવામાં આવી રહી છે. તેણે એમ પણ કહ્યું છે કે તે કોઈપણ પ્રકારની તપાસ માટે તૈયાર છે. એક સોગંદનામુ સમીર વાનખેડે વતી એનડીપીએસ કોર્ટમાં અને બીજું એનસીબી વતી દાખલ કરવામાં આવ્યું છે.

સમીર વાનખેડેએ સોગંદનામામાં કહ્યું છે કે મને ધમકી આપવામાં આવી રહી છે અને તપાસને પ્રભાવિત કરવામાં આવી રહી છે. NCBએ સોગંદનામામાં કહ્યું છે કે ક્રુઝ ડગ કેસ મામલે જે સ્વતંત્ર પંચ છે તે હોસ્ટાઇલ થઇ રહ્યો છે. સમીર વાનખેડેએ મીડિયાને જારી કરેલા તેમના પત્રમાં લખ્યું છે કે મારા પિતા જ્ઞાનદેવ કચરુજી વાનખેડે વર્ષ 2007માં પુણેમાં એક્સાઇઝ વિભાગમાંથી વરિષ્ઠ પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે નિવૃત્ત થયા હતા. મારા પિતા હિંદુ છે અને મારી સ્વર્ગસ્થ માતા ઝાહિદા મુસ્લિમ હતી.

હું એક સંયુક્ત, દ્વિ-ધાર્મિક અને બિનસાંપ્રદાયિક પરિવારમાં મોટો થયો છું. મને આ વાત પર ગર્વ છે. મેં 2006માં ડૉ. શબાના કુરેશી સાથે લગ્ન કર્યા અને અમે પરસ્પર સંમતિથી 2016માં છૂટાછેડા લીધા. આ પછી, વર્ષ 2017 માં મેં ક્રાંતિ દીનાનાથ રેડેકર સાથે લગ્ન કર્યા. જાણી જોઇને મારા અને મારા પરિવાર સાથે જોડાયેલી વસ્તુઓ ટ્વિટર જેવા સાર્વજનિક પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહી છે. તે મારા પરિવારની ગોપનીયતા માટે જોખમી છે.

આ સિવાય છેલ્લા કેટલાક દિવસોથી મંત્રી નવાબ મલિક દ્વારા મને અને મારા પરિવારને બદનામ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. આ કારણે હું ખૂબ જ તણાવમાં છું. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના અધિકારી સમીર વાનખેડેની મુશ્કેલીઓ વધતી જણાય છે. તેમના પર એક પછી એક આરોપો લાગતા હવે તેમની સામે આંતરિક તપાસના આદેશ જારી કરવામાં આવ્યા છે. વિભાગીય તપાસનો આ આદેશ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના ડીજી દ્વારા જારી કરવામાં આવ્યો છે. હવે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની વિજિલન્સ ટીમ સમીર વાનખેડે સામે તપાસ કરશે.

પ્રભાકર સેલના સોગંદનામા પછી, મુંબઈ પોલીસ પણ તેમની સામે વસૂલીના આરોપો હેઠળ તપાસ શરૂ કરી શકે છે. પ્રભાકર સેલ સોમવારે સવારે મુંબઈમાં કમિશનર કચેરીએ પહોંચ્યા હતા. જ્યાંથી તેમને અંધેરી ક્રાઈમ બ્રાન્ચ લઈ જવામાં આવ્યો છે. સમીર વાનખેડેએ બનાવટી સર્ટિફિકેટ પરના આરોપોને સખત રીતે નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે ‘આ ખોટો આરોપ છે અને પહેલાથી જ પરિણિત હોવાને લઇને જે આરોપ લગાવવામાં આવ્યા છે, પહેલા જાણકારી નીકાળવી જોઇએ. આ ખૂબ જ ઘટિયા આરોપ છે અને પાયાવિહોણો છે.

જે મહિલાના છૂટાછેડા થઇ ગયા છે તેની ફોટો કોની પરમિશનથી વાયરલ થઇ રહ્યા છે ? એક છૂટાછેડા લીધેલી મહિલાને પણ નથી છોડી રહ્યા. તેમણે કહ્યુ હતુ કે, તેઓ પ્રેસ કોન્ફરન્સ કરશે અને પોતાનો પક્ષ રાખશે. સમીર વાનખેડે મોડી રાત્રે કે કાલે દિલ્લી જાય તેવી સંભાવના છે. એક દિવસ પહેલા સમીર વાનખેડેએ મુંબઈ પોલીસ કમિશનરને પત્ર લખીને કાવતરામાં ફસાવવામાં આવ્યા હોવાની આશંકા વ્યક્ત કરી હતી. તેમણે પત્રમાં લખ્યું હતું કે તેમને વિજિલન્સ સંબંધિત કેસમાં ફસાવવા માટે, વ્યવસ્થિત રીતે કાયદાકીય કાર્યવાહીની જાળ પાથરવામાં આવી રહી છે.

Shah Jina