NCB ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે પર આરોપો લાગતા સહન ન થયું, મેદાનમાં કૂદી પડી તેમની પત્ની, કહ્યુ..

NCB ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે હાલ ખૂબ જ ચર્ચામાં છવાયેલા છે. હાલમાં જ મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકે સમીર પર દલિત નહિ પરંતુ મુસ્લિમ હોવાનો આરોપ લગાવ્યો હતો. હવે સમીર વાનખેડેની પત્ની ક્રાંતિ રેડકરે આનો જવાબ આપ્યો છે.

તેણે તેના લેટેસ્ટ ટ્વીટમાં જણાવ્યુ કે, તે અને સમીર હિન્દુ છે. બંને જન્મથી હિંદુ છે અને બંનેના લગ્ન હિંદુ રીતિ-રિવાજ અનુસાર થયા છે. બંને બધા ધર્મનો આદર કરે છે. સમીર વાનખેડેની પત્ની ક્રાંતિએ તેના લગ્નની તસવીરો શેર કરી અને ટ્વીટમાં લખ્યુ કે, હું અને મારા પતિ સમીર જન્મથી હિન્દુુ છીએ. અમે કયારેય પણ બીજા ધર્મમાં કન્વર્ટ નથી થયા.

અમે બધા ધર્મોનો આદર કરીએ છીએ. સમીરના પિતા હિંદુ છે, તેમણે મારી મુસ્લિમ સાસુ સાથે લગ્ન કર્યા હતા, જે હવે આ દુનિયામાં નથી. સમીરના લગ્ન સ્પેશિયલ મેરેજ એક્ટ અંતર્ગત થયા હતા. તેમના છૂટાછેડા વર્ષ 2016માં થયા. અમારા લગ્ન હિન્દુ મેરેજ એક્ટ અંતર્ગત વર્ષ 2017માં થયા હતા.

મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકે સમીર વાનખેડે પર બનાવટી જાતિ પ્રમાણપત્ર બનાવીને સરકારી નોકરી મેળવવાનો આરોપ લગાવ્યો હતો. નવાબ મલિકે જન્મ પ્રમાણપત્રની એક નકલ ટ્વીટ કરી હતી. આ સાથે, તેમણે દાવો કર્યો કે આ જન્મ પ્રમાણપત્ર સમીર વાનખેડેનું છે. આમાં પિતાનું નામ ‘દાઉદ ક. વાનખેડે’ લખેલું હતું. ત્યાં ધર્મની જગ્યાએ ‘મુસ્લિમ’ લખવામાં આવ્યું હતું.

આ પહેલા પણ સમીર વાનખેડેની પત્ની ક્રાંતિ રેડકર વાનખેડેએ ટ્વિટ કર્યું હતું. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, ‘જ્યારે તમે તરંગોના પ્રવાહની બીજી બાજુ તરી જાઓ છો, ત્યારે તમે ડૂબી શકો છો, પરંતુ જો ઈશ્વર તમારી સાથે હોય, તો કોઈ પણ તરંગ એટલી મોટી નથી કે તે તમને નુકસાન પહોંચાડે. કારણ કે માત્ર તે જ સત્ય જાણે છે. સુપ્રભાત. સત્યમેવ જયતે. ‘

મુંબઇ ક્રૂઝ પાર્ટી કેસ સાથે જોડાયેલા આર્યન ખાન કેસમાં નવા ટ્વિસ્ટ આવી રહ્યા છે. રોજ રોજ અનેક નવા ખુલાસા થઇ રહ્યા છે અને હવે તો આ મામલે NCBના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે પણ ફસાતા જોવા મળી રહ્યા છે.

આર્યન ખાન કેસના સાક્ષી પ્રભાકર સેલે NCBના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે પર 8 કરોડ રૂપિયાની વસૂલીનો આરોપ લગાવ્યો છે. NCBએ આ માહિતી કોર્ટને આપી છે. આ કેસ સંબંધિત બે સોગંદનામા કોર્ટમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે એક એફિડેવિટ NCB વતી છે, જ્યારે બીજી વાનખેડે વતી ફાઇલ કરવામાં આવી છે.

એનડીપીએસ કોર્ટમાં એનસીબી દ્વારા દાખલ કરવામાં આવેલી કાઉન્ટર એફિડેવિટમાં, એજન્સીએ કહ્યું છે કે સાક્ષી ફરી ગયો છે. એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે અને એનસીબીના વકીલ એનડીપીએસ કોર્ટમાં પહોંચ્યા અને બે એફિડેવિટ દાખલ કરવામાં આવી. એકમાં પંચના ફરવાને લઇને NCB તરફથી વાત કરવામાં આવી તો બીજામાં પોતે NCB ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ ફરી ગયેલ પંચના બહાને પોતાના પર દાબણ બનાવવાનો આરોપ લગાવ્યો છે.

સમીર વાનખેડેએ એફિડેવિટમાં કોર્ટને વિનંતી કરી છે કે તે તેમને ધમકી આપવાના અને તપાસમાં અવરોધ ઉભો કરવાના પ્રયાસોની નોંધ લે, તો બીજી તરફ, NCBની એફિડેવિટમાં, સાક્ષી ફરી ગયો છે અને કેટલાક લોકો દ્વારા પ્રભાવનો ઉપયોગ કરીને તેની સાથે છેડછાડ કરી તપાસ કરી હોવાનું જણાવ્યું હતું. તમને જણાવી દઈએ કે મુંબઈ ક્રૂઝ ડગ કેસે રવિવારે પ્રભાકર સેલ નામના સ્વતંત્ર સાક્ષીના આરોપ સાથે નવો વળાંક લીધો હતો.

સમીર વાનખેડેની પર્સનલ લાઇફની વાત કરીએ તો, ઘણા લોકો તેમના વિશે અને તેમની પત્ની વિશે જાણવા માંગે છે. NCBના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેની પત્ની એક અભિનેત્રી છે. તે ખૂબસુરતી મામલે ઘણી હિરોઇનો પર ભારે પડે છે. તે એક પોપ્યુલર મરાઠી અભિનેત્રી છે.

સમીર વાનખેડેની પત્નીનું નામ ક્રાંતિ રેડકર છે. તે આ સમયે સમીર વાનખેડેની સાથે સાથે ચર્ચાનું વિષય બનેલી છે. સમીર વાનખેડે આ સમયે બોલિવુડ ડગ કનેક્શનની તપાસમાં જોડાયેલા છે. તેમણે હાલમાં જ મુંબઇના એક ક્રૂઝ પર રેવ પાર્ટી બાદ શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનની ધરપકડ કરી છે. આર્યન ખાન NCB કસ્ટડીમાં છે.

Shah Jina