બાબા સિદ્દીકીને છેલ્લીવાર જોઇ સલમાન ખાનની આંખોમાં પણ આવ્યા આંસુ, ચહેરા પર જોવા મળ્યુ દર્દ- સામે આવી ગમગીન તસવીરો અને વીડિયો

NCP નેતા બાબા સિદ્દીકીની હત્યા એ બધાને ચોંકાવી દીધા. બોલિવૂડ સ્ટાર્સ સાથે તેમના સારા સંબંધો હતા, પરંતુ સુપરસ્ટાર સલમાન ખાન તેમનો પરમ મિત્ર હતો. જ્યારે સલમાન તેના મિત્ર બાબા સિદ્દીકીને છેલ્લી વિદાય આપવા આવ્યો ત્યારે તેના ચહેરા પર મિત્રને ગુમાવવાનું દુ:ખ, નિરાશા અને વેદના સ્પષ્ટ દેખાતી હતી.

બાબા સિદ્દીકીના મોત બાદ સલમાન ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે. તેમ છતાં તે મિત્રને અંતિમ વિદાય આપવા આવ્યો હતો. તેને જોઈને ચાહકોનું દિલ પણ તૂટી ગયુ. સલમાન ઉપરાંત ઝરીન ખાન, એમસી સ્ટેન, શિખર અને વીર પહાડિયા, સના ખાન અને પતિ મુફ્તી અનસ સિદ્દીકી, સોહેલ ખાન, શુરા ખાન અને સલમાનની રૂમર્ડ ગર્લફ્રેન્ડ યુલિયા વંતુર પણ બાબા સિદ્દીકીને અંતિમ વિદાય આપવા પહોંચ્યા હતા.

સલમાન અંતિમ દર્શન કરવા પહોંચ્યો તે દરમિયાન ભારે સુરક્ષા સાથે જોવા મળ્યો હતો. અભિનેતાની આંખોમાં પણ આંસુ જોવા મળ્યા હતા. સલમાન ખાન અને બાબા સિદ્દીકી વર્ષોથી ગાઢ મિત્રો હતા. બંને ઘણીવાર પાર્ટીઓમાં સાથે જોવા મળતા. આવી સ્થિતિમાં સલમાન પોતાના ખાસ મિત્રને ગુમાવીને ઘણો દુખી છે.

સલમાન ખાનની સાથે તેનો ભાઈ સોહેલ ખાન અને બહેનો અર્પિતા-અલવીરા ખાન પણ બાબા સિદ્દીકીને વિદાય આપવા પહોંચ્યા હતા. જણાવી દઇએ કે, બાબા સિદ્દીકીની શનિવારે રાત્રે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ત્રણ શૂટરોએ તેમની કાર પર 2-3 રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. તેમને ગંભીર હાલતમાં લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ ડૉક્ટરોએ મૃત જાહેર કર્યા.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

સલમાન બાબા સિદ્દીકીની હત્યાના સમાચાર મળતા જ તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યો હતો. તે સમયે તે રિયાલિટી શો ‘બિગ બોસ 18’નું શૂટિંગ કરી રહ્યો હતો, પરંતુ બધું છોડીને તે હોસ્પિટલ પહોંચ્યો. કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ એ બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લીધી છે. મુંબઈ પોલીસે આ કેસમાં ત્રણ શૂટરોની ઓળખ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina