ડોલી ચાયવાલા અને વડાપાવ ગર્લ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર છવાયેલા છે. જ્યાં ડોલી ચાયવાલાએ બિલ ગેટ્સને ચા પીરસીને લોકોને પોતાના દિવાના બનાવી દીધા હતા. ત્યાં વડાપાવ ગર્લ પોતાની સ્ટાઈલના કારણે બિગ બોસ ઓટીટીમાં પહોંચી હતી. બંનેની લોકપ્રિયતા આ દિવસોમાં આસમાને છે. ત્યારે હવે માર્કેટમાં ‘મોડલ ચાયવાલી’ આવી છે.
આ દિવસોમાં લખનઉમાં ચા વેચતી આ સ્ટાઇલિશ મોડલ ચાયવાલીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને કેટલાક લોકો તેના વખાણ કરી રહ્યા છે તો કેટલાક લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. એક વીડિયોમાં જોઈ શકાય છે કે મોડલ ચાયવાલી સ્કૂટીથી પોતાની ટપરી પર પહોંચે છે, પહેલા તો ગુલાબ ફ્લેવરની ચા ચા બનાવવાનું શરૂ કરે છે.
બીજી તરફ, મેગીનો તડકો પણ તૈયાર થાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, ચા બનાવ્યા બાદ તે તેને ગુલાબની પાંખડીઓથી સજાવે છે અને લોકોને પોતે જઇને આપે છે. મોડલ ચાયવાલીની ઓળખ તેની ચાની ટપરી સાથે સાથે તેના ફેશનેબલ લુક અને હસમુખ મિજાજથી છે. વીડિયોમાં જોઇ શકાય છે કે તે તેની ટપરી પર ચા બનાવતા સમયે મોડલની જેમ પોઝ પણ આપે છે અને ગ્રાહકો સાથે વાતચીત પણ કરે છે. તેનો આત્મવિશ્વાસ અને સકારાત્મક ઉર્જા તેને અન્ય ચાવાળાઓથી અલગ બનાવે છે.
લખનઉમાં આ નવો ટ્રેન્ડ વધુને વધુ લોકપ્રિય થઈ રહ્યો છે. ‘મોડલ ચાયવાલી’ના ટી સ્ટોલ પર માત્ર સ્થાનિક લોકો જ નહીં યુવાનો પણ આવી રહ્યા છે. જે લોકોએ આ વીડિયો જોયો છે તે તેની ચાના સ્વાદની સાથે સાથે તેની સ્ટાઈલના વખાણ કરતા થાકતા નથી. જો કે કેટલાક યુઝર્સ તેને ટ્રોલ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે ચાનો સ્વાદ 2% અને ઓવરએક્ટિંગ 98%.
View this post on Instagram