ગોબર મોં પર લગાવ્યુ, ભેંસનું મૂત્ર પીધુ…પુનીત સુપરસ્ટારનો વધુ એક ઉલ્ટી આવી જાય એવો વીડિયો વાયરલ

જેને તમે સોશિયલ મીડિયા પર પુનીત સુપરસ્ટાર તરીકે ઓળખો છો, તેનું અસલી નામ પ્રકાશ કુમાર છે. હાલમાં તે ખૂબ જ વિચિત્ર અને ફની વીડિયો બનાવવા માટે જાણીતો છે. સોશિયલ મીડિયા પર લોકો તેને ‘લોર્ડ પુનીત’ પણ કહે છે. હાલમાં જ તેણે કેટલાક વીડિયો બનાવ્યા છે જે ખૂબ જ વિચિત્ર છે. ઘણા લોકો કહે છે કે તે એવું કરે છે જે સામાન્ય લોકો માટે અશક્ય હોય છે.

આવો જ એક અન્ય વીડિયો સામે આવ્યો છે જે જોઈને તમે દંગ રહી જશો. કેટલાક લોકોને આવા વીડિયો જોયા બાદ આધ્યાત્મિક ગુરુ અનિરુદ્ધાચાર્ય યાદ આવ્યા. એક વીડિયોમાં પુનીત સુપરસ્ટાર ભેંસનું મૂત્ર મોઢામાં લેતો જોઈ શકાય છે. જ્યારે તે જ જગ્યાએ રેકોર્ડ કરાયેલા અન્ય એક વીડિયોમાં પુનીત તેના ચહેરા પર ગાયનું છાણ ઘસતો અને પછી તેને તેના શરીર પર ઘસતો જોઈ શકાય છે.

તેના એક વિડિયોને 2.7 મિલિયન વ્યૂઝ જ્યારે બીજા વીડિયોને 7 લાખથી વધુ વ્યૂઝ મળ્યાં છે. એક યુઝરે કહ્યું કે પુનીત કંઈપણ કરશે જેથી તેને સોશિયલ મીડિયા પર લાઈક્સ મળે. અન્ય લોકોએ કહ્યું કે આ તેમના માટે ઊર્જાનો સ્ત્રોત છે. અન્ય એકે કહ્યું કે પુનીત ખૂબ જ સારો કન્ટેન્ટ ક્રિએટર છે.

 

View this post on Instagram

 

A post shared by prakash kumar (@puneetsuper_starrrr)

જ્યારે બીજાએ કહ્યું કે પુનીત જેવો વીડિયો કોઈ ન બનાવી શકે, પુરવ ઝા પણ નહીં. એક યુઝરે કહ્યું કે પુનીત સુપરસ્ટાર અનિરુદ્ધાચાર્યની જેમ કામ કરી રહ્યો છે. અનિરુદ્ધાચાર્યએ સુપરસ્ટાર બિગ બોસ ઓટીટી સીઝન 2માં ચહેરો ધોવા માટે ગાયના છાણનો ઉપયોગ કરવા વિશે જણાવ્યું હતું. શો શરૂ થયાના 24 કલાક પછી જ તેને ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. તેણે પોતાના ચહેરા પર ટૂથપેસ્ટ લગાવી, પોતાને ઈજા પહોંચાડી અને બિગ બોસને ધમકી આપી.

 

View this post on Instagram

 

A post shared by prakash kumar (@puneetsuper_starrrr)

 

Shah Jina