‘સલમાન ભાઇની જગ્યાએ બિશ્નોઇ સમાજથી હું માફી માગુ છુ…’ બોલિવુડની આ ડ્રામા ક્વીને લગાવી ઉઠક-બેઠક
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા બાબા સિદ્દીકીની હત્યા બાદ સલમાન ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે. સલમાનને બાબા સિદ્દીકીની ખૂબ નજીક માનવામાં આવતો. જણાવી દઈએ કે, બાબા સિદ્દીકી હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી છે. આ એ જ ગેંગ છે જે સલમાન ખાનને સતત ધમકીઓ આપી રહી છે.

પહેલા સલમાનના ઘરની બહાર ગોળીબાર અને પછી ધમકીભર્યા પત્રો મોકલતા રહે છે. ત્યારે બાબા સિદ્દીકીની હત્યા બાદ બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતે સલમાન ખાન વતી બિશ્નોઈ સમુદાયની માફી માંગી છે. તે સલમાનને પોતાનો ભાઈ માને છે. સોશિયલ મીડિયા પર રાખીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે હાથ જોડીને બિશ્નોઈ સમુદાયની માફી માંગતી જોવા મળી રહી છે,

આ વીડિયોમાં રાખી સાવંત કહે છે કે, હું બિશ્નોઈ સમુદાયની માફી માંગુ છું. મહેરબાની કરીને હું મારા ભાઈ સલમાન વતી માફી માંગુ છું. માફ કરી દો ભાઇ. મારા ભાઈ સલમાન પર ખરાબ નજર ન રાખશો. તે ગરીબોના દાતા છે.’આ દરમિયાન રાખી હાથ જોડીને ઉઠક-બેઠક કરતી જોવા મળે છે.

ઉલ્લેખનીય છે કે રાખી સાવંત એક્ટિંગથી દૂર છે, પરંતુ તે સોશિયલ મીડિયા દ્વારા લોકોનું ધ્યાન ખેંચતી રહે છે. તે લગભગ દરરોજ ઇન્સ્ટાગ્રામ પર તેના વીડિયો અને ફોટા શેર કરતી રહે છે. આ દિવસોમાં સલમાન ખાનને વાય પ્લસ સુરક્ષા મળી છે. આ ઉપરાંત એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે હવે કોઈ તેના ઘરની બાજુમાંથી પણ ફોટો નહીં લઈ શકે.
View this post on Instagram
