જ્યારે કોઈપણ લગ્ન કન્યાની સંમતિ વિના થાય છે, ત્યારે હંમેશા કંઈક અઘટિત થવાની સંભાવના રહે છે. ઘણી વખત પરિવારના સભ્યોને પણ શંકા હોય છે કે કન્યા લગ્ન છોડી ભાગી ન જાય. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક પ્રેમી સ્ટેજ પર આવે છે અને દુલ્હનની માંગમાં સિંદૂર ભરી તેને લઇને ભાગી જાય છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે લગ્ન સમારોહ ચાલી રહ્યો છે. આ ફન્ની સ્રીપ્ટેડ વિડીયો હાલ ખુબ જ વાયરલ થયો છે.
વરરાજા અને કન્યા સ્ટેજ પર બેઠા છે. વરની ઉંમર ઘણી મોટી લાગી રહી છે, જ્યારે કન્યાની ઉંમર નાની છે. કન્યા માથું નમાવીને ચૂપચાપ બેઠી છે. તે જ સમયે વરરાજા પાસે ઉભેલી ઘણી સ્ત્રીઓ સાથે વાત કરવામાં વ્યસ્ત છે. આ સમય દરમિયાન એવી ઘટના બને છે જે જોઇને કોઇ પણ હસી હસીને બઠ્ઠા વળી જાય, જ્યારે વરરાજા બીજી સ્ત્રી સાથે વાત કરવામાં વ્યસ્ત હોય છે, ત્યારે સ્ટેજની પાછળથી એક છોકરો કન્યા તરફ આવે છે, જે કદાચ દુલ્હનનો પ્રેમી હોય તેવું લાગે છે.
તે વ્યક્તિ પોતાના હાથમાં સિંદૂર લઇ કન્યાની ખુરશીની પાછળ ઉભો રહે છે અને પાછળથી તેના માંગમાં પાંચ વખત સિંદૂર ભરે છે. આશ્ચર્યની વાત એ છે કે આ દરમિયાન વરરાજાને ખ્યાલ જ નથી કે આ શું થઇ રહ્યુ છે. વીડિયોમાં આગળ જોઈ શકાય છે કે દુલ્હનને સિંદૂર લગાવ્યા બાદ તે છોકરો તેનો હાથ પકડીને તેને ચાલવા માટે ઈશારો કરે છે. એવું લાગે છે કે કન્યા પણ તે માણસને ઓળખે છે, તે પણ ઊભી થાય છે અને બંને ચૂપચાપ સ્ટેજની પાછળથી ભાગી જાય છે. આ વિડિયો એકદમ ફની છે અને વીડિયો જોઈને યુઝર્સ પાગલ થઈ રહ્યા છે.
View this post on Instagram
(નોટ- ગુજ્જુરોક્સ આ વીડિયોની સત્યતાની પુષ્ટિ કરતુ નથી, આ પ્રેન્ક વીડિયો પણ હોઇ શકે છે અથવા તો માત્ર મનોરંજનના હેતુથી પણ બનાવેલ હોઇ શકે છે. જોતા જ લાગે છે કે આ ફન્ની વિડીયો સ્ક્રિપ્ટેડ છે.)