કામવાળા બહેનએ રસોડાના વાસણમાં કર્યો પેશાબ અને પછી બાંધ્યો લોટ, હેરાન કરનારો વીડિયો થયો વાયરલ

ગાઝિયાબાદમાં એક નોકરાણી વેપારીના રસોડામાં શૌચ કરતી વખતે પકડાઈ ગઇ. તે વાસણોમાં ટોઈલેટ કરતી હતી. આરોપ છે કે આ પછી તેણે તેનો ઉપયોગ ભોજન બનાવવા માટે કર્યો હતો. જ્યારે શંકા ગઈ ત્યારે વેપારીની પત્નીએ ચુપચાપ મોબાઈલનો કેમેરો ઓન કરી કિચનમાં રાખી દીધો, જેમાં તે વાસણમાં શૌચ કરતી ઝડપાઈ ગઈ. નોકરાણીને કસ્ટડીમાં લેવામાં આવી છે. તેણે આવું શા માટે કર્યું તે હજી સ્પષ્ટ થયું નથી. પોલીસે મહિલા સામે ચેપી રોગ ફેલાવવાની કલમ હેઠળ કેસ નોંધ્યો છે.

આ મામલો ક્રોસિંગ રિપબ્લિક પોલીસ સ્ટેશન વિસ્તારની સોસાયટીનો છે. એક રિયલ એસ્ટેટ કારોબારી અહીં તેમના પરિવાર સાથે રહે છે. તેમની પત્નીએ એફઆઈઆરમાં લખાવ્યુ છે કે, “મહિલા છેલ્લા 8 વર્ષથી ઘરે રસોઇ બનાવી રહી છે. અમારો પરિવાર ઘણા મહિનાઓથી વારંવાર બીમાર પડતો હતો. અમને સારવાર કરાવવા છતાં પણ રાહત ન મળી. રસોડામાંથી ટોયલેટની દુર્ગંધ આવતા શંકા ગઈ ત્યારે મોબાઈલમાં કેમેરો ઓન કરી વિડિયો રેકોર્ડિંગ ચાલુ કર્યું.

વાયરલ ક્લિપમાં જોઈ શકાય છે કે તે એક વાસણમાં પેશાબ કરે છે અને તેમાં લોટ લઈને રોટલી બનાવે છે. મહિલાએ કહ્યું કે તેના પરિવારના સભ્યો કેટલાક મહિનાઓથી લીવરની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. આ કારણથી તેણે નોકરાણી પર નજર રાખવાનું શરૂ કર્યું. આમાં, તેણે આ ઘૃણાસ્પદ કૃત્ય જોયું. આ વીડિયો @SachinGuptaUP દ્વારા X પર પોસ્ટ કરવામાં આવ્યો હતો.

Shah Jina