સલમાન ખાન બાદ પ્રિયંકાના પતિ પર હતો શાર્પ શૂટરનો નિશાનો ? જીવનો ખતરો જોઇ સ્ટેજ છોડી ભાગ્યો નિક જોનાસ,જુઓ

ખતરામાં પ્રિયંકા ચોપરાના પતિનો જીવ ? શાર્પ શૂટરનો હતો નિશાન ! થયો આભાસ તો સ્ટેજ છોડી ભાગ્યો નિક જોનાસ

બાબા સિદ્દીકીની હત્યા બાદ સેલેબ્સ ગભરાયેલા છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. હજુ આ મામલો થાળે પડ્યો નથી ત્યાં પ્રિયંકા ચોપરાના પતિ અને પોપ સ્ટાર નિક જોનાસનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે સ્ટેજ પરથી ભાગતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન તે પોતાના હાથથી પોતાની સુરક્ષાને કેટલાક સંકેતો આપી રહ્યો છે.

તેના પર પડતી એક લેસર લાઇટને કારણે તે એટલો ગભરાઇ ગયોકે સ્ટેજ પરથી ભાગી ગયો. નિક જોનાસ તેના ભાઈઓ કેવિન અને જો જોનાસ સાથે વર્લ્ડ ટૂરના ભાગરૂપે મંગળવારે પ્રાગમાં એક ઇવેન્ટમાં પરફોર્મ કરી રહ્યો હતો. આ દરમિયાન નિકને ખબર પડી કે તેનો જીવ જોખમમાં છે. આ પછી તે પોતાના સુરક્ષાકર્મીઓને કેટલાક સંકેત આપે છે અને સ્ટેજ પરથી ભાગી જાય છે.

આ વીડિયો તેના એક ફેન પેજ, જોનાસ ડેઈલી ન્યૂઝ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર સામે આવેલા આ વીડિયોએ પોપ સ્ટારના ફેન્સની ચિંતા વધારી દીધી છે. લોકો સવાલ કરી રહ્યા છે કે શું નિક જોનાસના જીવને ખતરો છે.

જો કે કેટલાક યુઝર્સ વીડિયો શેર કરતી વખતે સિંગરની સુરક્ષા પર સવાલ ઉઠાવી રહ્યા છે. હજુ સુધી તો જોનાસ બ્રધર્સ તરફથી આ ઘટના પર કોઈ પ્રતિક્રિયા આવી નથી. બીજી તરફ પ્રિયંકા ચોપરાના ફેન્સ પણ આ ઘટનાને લઈને ખૂબ જ ચિંતિત છે.

 

View this post on Instagram

 

A post shared by Jonas Daily News (@jonasdailynews_)

Shah Jina