બાબા સિદ્દીકીની અંતિમ વિદાયમાં ધ્રુસકેને ધ્રુસકે રડ્યો દીકરો ઝીશાન, વીડિયો જોઇ કાળજું કંપી ઉઠશે

દિગ્ગજ નેતા બાબા સિદ્દીકીના મોતથી બધાને આઘાત લાગ્યો છે. 12 ઓક્ટોબર શનિવારે તેમની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. સિદ્દીકીનો પરિવાર તેમના મોતથી આઘાતમાં છે. પરિવારની હાલત ખરાબ છે અને બાબા સિદ્દીકીનો પુત્ર ઝીશાન પિતાના મોતથી ખૂબ જ દુખી છે અને તૂટી પડ્યો છે. સિદ્દીકીને મુંબઈના બડા કબ્સ્તાનમાં દફનાવવામાં આવ્યા હતા. રવિવારે રાત્રે લગભગ 9 વાગ્યે તેમને સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી.

અંતિમયાત્રા નીકળતા પહેલા ઘરની બહાર નમાઝ અદા કરવામાં આવી હતી. આ દરમિયાન ઝીશાન ધ્રુસકેને ધ્રુસકે રડતો જોવા મળ્યો હતો. આ દરમિયાન ત્યાં હાજર લોકો તેની સંભાળ લેતા જોવા મળ્યા. આ દ્રશ્ય સ્પષ્ટપણે દર્શાવે છે કે પિતાના મોત એ ઝીશાનને અંદરથી તોડી નાખ્યો છે. જણાવી દઈએ કે બાબા સિદ્દીકીના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે તેમના ઘરે લાવવામાં આવ્યો હતો.

સલમાન ખાન પણ બાબા સિદ્દીકીના ઘરે અંતિમ દર્શન માટે પહોંચ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સિદ્દીકીને શનિવારે 12 ઓક્ટોબરની મોડી રાત્રે મુંબઈના બાંદ્રા ઉપનગરમાં તેમના પુત્ર ધારાસભ્ય ઝીશાન સિદ્દીકીની ઓફિસની બહાર 3 હુમલાખોરોએ ગોળી મારી દીધી હતી. તેમને લીલાવતી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં મૃત જાહેર કરાયા.

એક એંગલ એ પણ સામે આવી રહ્યો છે કે બાબા સિદ્દીકીની સાથે તેમનો પુત્ર પણ શૂટર્સના નિશાના પર હતો, પરંતુ એક ફોન કોલથી ઝીશાનનો જીવ બચી ગયો. આ મામલામાં જે મોટી માહિતી બહાર આવી છે તે એ છે કે બાબા સિદ્દીકી સાથે કોંગ્રેસના ધારાસભ્ય ઝીશાન પણ જવાના હતા, પરંતુ ત્યારબાદ તેમને એક ઇમ્પોર્ટન્ટ ફોન આવ્યો અને તેઓ ઓફિસમાં જ રોકાયા અને આ જ દરમિયાન ઘટના બની.

જો ઝીશાન તેના પિતા બાબા સિદ્દીકી સાથે હોત તો હુમલાખોરો તેને પણ નિશાન બનાવતા. જણાવી દઇએ કે, પોલીસે આ કેસમાં બે લોકોની ધરપકડ કરી છે. એકની શોધ હજુ ચાલુ છે. બીજી તરફ આ ઘટનામાં બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી હોવાનું બહાર આવ્યું છે. ગેગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને હત્યાની જવાબદારી લીધી છે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Shah Jina