ઘણીવાર સોશિયલ મીડિયા પર સેલેબ્સ એવા એવા ફોટા શેર કરે છે કે હોબાળો મચી જાય છે, હાલમાં કંઇક આવું જ થયું. 90sના દાયકામાં પોતાના અભિનયથી લોકોના દિલો પર રાજ કરનારી આ હસીનાએ સોશિયલ મીડિયા પર એક ટોપલેસ ફોટો શેર કરી ચાહકો ચોંકાવી દીધા. આ હસીના હાલમાં 55 વર્ષની છે. ફોટો સાથે અભિનેત્રીએ એક કેપ્શન પણ લખ્યું છે જે વાયરલ થઈ રહ્યું છે.
જોકે આ ટોપલેસ તસવીરને લઇને તે ટ્રોલ પણ થઈ છે. આ અભિનેત્રી બીજું કોઈ નહીં પણ ‘આશિકી ગર્લ’ અનુ અગ્રવાલ છે. અનુ હાલમાં 55 વર્ષની છે અને તેણે ઈન્સ્ટાગ્રામ પર ટોપલેસ ફોટો શેર કર્યો છે. આ ફોટો શેર કરતાની સાથે જ તે ટ્રોલ થઈ ગઈ. એટલું જ નહીં, નેટીઝન્સનું કહેવું છે કે તેને આવું કરવાની જરૂર કેમ પડી? અનુ અગ્રવાલે શેર કરેલા ફોટામાં તેણે પોતાનું શરીર ટુવાલથી ઢાંક્યું છે.
આ તે અરીસા સામે ઉભી છે. અભિનેત્રીએ આ ફોટો સાથે એક કેપ્શન પણ લખ્યું છે. એક યુઝરે લખ્યું- આજથી તમારા પ્રત્યેનું સન્માન ઘટી ગયું છે. અન્ય એક યુઝરે લખ્યું – નવરાત્રીમાં કમસે કમ થોડું. અન્ય એક યુઝરે લખ્યું- આમ પણ આની શું જરૂર હતી ? બીજાએ લખ્યું – તમને વૃદ્ધાવસ્થામાં શરમ નથી આવતી.
View this post on Instagram
અનુ અગ્રવાલ 90ના દાયકાની ટોચની અભિનેત્રી છે. તેમની ફિલ્મ આશિકી સુપરહિટ રહી હતી. જેમાં તેની સાથે રાહુલ રોય હતો. ચાહકોએ તેમની જોડીને ભરપૂર પ્રેમ આપ્યો. લોકોને ફિલ્મની સ્ટોરી જ નહીં પરંતુ ગીતો પણ સુપરહિટ થયા હતા.