ગલીમાં બેન પર પડી પાણીની ટાંકી, લોકોએ માણી મજા, કહ્યું- “ગમે તે થાય, ખાવાનું બંધ ન થવું જોઈએ”

રસ્તો ક્રોસ કરવો એ એક સરળ કાર્ય જેવું લાગે છે, ખાસ કરીને જ્યારે કોઇ ખાલી ગલી હોય. સામાન્ય રીતે આપણે આવી જગ્યાએ કોઈ મુશ્કેલીની અપેક્ષા રાખતા નથી. પરંતુ જ્યારે ઉપરથી ખતરો આવે ત્યારે સાવધાની પણ નકામી બની જાય છે. સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક ચોંકાવનારુ દ્રશ્ય જોવા મળી રહ્યુ છે.

વીડિયોમાં સાડી પહેરેલી એક મહિલા રહેણાંક વિસ્તારની ગલી પાર કરતી જોવા મળે છે. વીડિયોમાં જોવા મળે છે કે તે અન્ય મહિલા સાથે વાત કરી રહ્યો રહી હોય છે અને પછી ધીમે ધીમે આગળ વધે છે. તે અહીં-ત્યાં જોયા વિના આરામથી રસ્તો ક્રોસ કરી રહી છે. એવું લાગે છે કે તે આ વિસ્તારને સારી રીતે જાણે છે, પરંતુ તેને ખબર નથી કે ઉપરના માળેથી એક મોટી પ્લાસ્ટિકની પાણીની ટાંકી ધડામ દઇને નીચે આવી રહી છે.

ટાંકી પડતાની સાથે જ મહિલા તેમાં સંપૂર્ણ ઢંકાઈ જાય છે અને આ નજારો જોઈને બધા ચોંકી જાય છે. પરંતુ સારી વાત એ છે કે મહિલા સુરક્ષિત રીતે બહાર આવે છે. જો કેજ્યારે તેની સાથે આ અકસ્માત થાય છે, ત્યારે તે સફરજન ખાતા જોવા મળે છે.

હવે આ ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ યુઝર્સ અલગ અલગ રિએક્શન આપી રહ્યા છે. આ વીડિયો X હેન્ડલ પર શેર કરતા એક યુઝરે કેપ્શનમાં લખ્યુ- ગમે તે થાય, ખાવાની પ્રક્રિયા બંધ ન થવી જોઈએ.

Shah Jina