કંફર્મ થયા એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના છૂટાછેડા ? અમિતાભ બચ્ચનનો બર્થ ડે વીડયો જોયા બાદ ફરી શરૂ થઇ ગોસિપ

બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન છેલ્લા ઘણા સમયથી તેમના છૂટાછેડાની અફવાઓને લઈને ઘણી ચર્ચામાં છે. છેલ્લા ઘણા મહિનાઓથી બંને અલગ અલગ જોવા મળે છે. અનંત અંબાણીના લગ્નમાં ઐશ્વર્યા રાય દીકરી આરાધ્યા સાથે પહોંચી હતી, જ્યારે અભિષેક તેના આખા પરિવાર સાથે જોવા મળ્યો હતો. ઐશ્વર્યાએ પેરિસ ફેશન વીક અને આઈફા એવોર્ડ્સમાં પણ એકલા ભાગ લીધો હતો. આ બાદ ફરી એકવાર તેમના છૂટાછેડાના સમાચારે જોર પકડ્યું છે.

અમિતાભ બચ્ચનનો જન્મદિવસ ‘કૌન બનેગા કરોડપતિ’ના સેટ પર ઉજવવામાં આવ્યો હતો. આ દરમિયાનનો એક વીડિયો વાયરલ થયો હતો, જેના પછી લોકો ચર્ચા કરી રહ્યા છે કે ઐશ્વર્યા અને અભિષેકના છૂટાછેડાની પુષ્ટિ થઈ ગઈ છે. પ્રખ્યાત રિયાલિટી શો ‘કૌન બનેગા કરોડપતિ 16’માં પણ બિગ બીનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો. આ દરમિયાન સેટ પર અમિતાભ બચ્ચનની સફરનો એક વીડિયો બતાવવામાં આવ્યો હતો, જેમાં પરિવારના તમામ સભ્યો તરફથી અમિતાભ માટે એક ખાસ સંદેશ જોડવામાં આવ્યો હતો.

જયા બચ્ચન, અભિષેક, શ્વેતા, નવ્યા નંદા અને અગસ્ત્ય નંદાએ પણ અમિતાભ બચ્ચન માટે ખાસ સંદેશ આપ્યો હતો. આ દરમિયાન પૌત્રી આરાધ્યાના ફોટા પણ વીડિયોમાં બતાવવામાં આવ્યા હતા. જો કે, વીડિયોમાંથી માત્ર ઐશ્વર્યા રાય ગાયબ હતી, જે બાદ રેડિટ પર લોકો અનુમાન લગાવી રહ્યા છે કે તેમના છૂટાછેડાની પુષ્ટિ થઈ ગઈ છે. પહેલા લોકો એ વાત પર બહુ ધ્યાન આપતા નહોતા કે ઐશ્વર્યા જોવા મળે કે નહી, પરંતુ આ વખતે લોકો ઐશ્વર્યાને મિસ કરી રહ્યા છે. એક યૂઝરે કમેન્ટ કરી કે, આનાથી અલગ હોવાની વાત લગભગ કન્ફર્મ છે.

ઐશ્વર્યાએ અમિતાભને શુભેચ્છા પાઠવી હોય તેવો એક પણ વીડિયો નહોતો. અન્ય એક વ્યક્તિએ લખ્યું, હા મેં પણ આવો જ વિચાર કર્યો હતો. આ એક મોટી પુષ્ટિ છે. જો વસ્તુઓ સારી હોય તો તમે તમારી વહુને આ બધી બાબતોથી દૂર રાખી શકતા નથી. પરંતુ મને લાગે છે કે જયા સાથે ચોક્કસપણે કોઈ સમસ્યા છે. બીજાએ લખ્યું કે, આજે કેબીસીમાં સાબિત થયું. ઐશ્વર્યા સિવાય બધાની ઝલક જોવા મળી. તેઓએ નવ્યા અને આરાધ્યાને બોલતા બતાવ્યા પરંતુ આરાધ્યાની તસવીર થોડીક સેકન્ડ માટે હતી અને ઐશ્વર્યાનું નામ-નિશાન ન હતુ.

Shah Jina