રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા બાબા સિદ્દીકીને મુંબઈમાં અશ્રુભીની વિદાય આપવામાં આવી હતી. બાબા સિદ્દીકીને વિદાય આપતા પહેલા તેમના બાંદ્રા નિવાસની બહાર જનાઝાાની નમાઝ અદા કરવામાં આવી હતી. તેમને મુંબઈના બડા કબ્રસ્તાનમાં સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે દફનાવવામાં આવ્યા. આ પહેલા બોલિવૂડ અને રાજકારણની હસ્તીઓએ તેમના બાંદ્રા નિવાસસ્થાને અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી.

અંતિમક્રિયા માટે જ્યારે બાબા સિદ્દીકીના પાર્થિવ દેહને કબ્રસ્તાન લઇ જવામાં આવી રહ્યો હતો ત્યારે ઝીશાન પિતાના મોતથી સંપૂર્ણ તૂટી ગયેલો જોવા મળ્યો. આ દરમિયાનનો એક વીડિયો પણ સામે આવ્યો છે. બાબા સિદ્દીકીના અંતિમ સંસ્કાર માટે બડા કબ્રસ્તાનની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી હતી. બાબા સિદ્દીકીના પુત્ર ઝીશાને અંતિમયાત્રામાં આગેવાની કરી હતી. બાબા સિદ્દીકીની હત્યા બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું, ‘ગઈકાલની ઘટના ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ અને દુઃખદ છે.

મુંબઈ પોલીસે 2 લોકોની ધરપકડ કરી છે, પોલીસ ત્રીજા આરોપીને પકડવાનો પ્રયાસ કરી રહી છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગાડવા માટે મુંબઈમાં આવેલા લોકોને પણ બક્ષવામાં આવ્યા નથી. બિશ્નોઈ ગેંગ હોય કે કોઈ અંડરવર્લ્ડ ગેંગ, અમે કોઈને બક્ષશું નહીં. કડક કાર્યવાહી કરશે. જેમને ધમકીઓ મળી રહી છે તેમની સુરક્ષા કરવાની જવાબદારી સરકારની છે. જણાવી દઇએ કે, સિદ્દીકીની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી છે.
View this post on Instagram
