‘ધ ફેમિલી મેન’માં ઝોયાનું પાત્ર ભજવતી શ્રેયા ધનવંતરી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે. શ્રેયા ધનવંત્રી પોતાની એક્ટિંગ અને બોલ્ડ ફોટોશૂટના કારણે સોશિયલ મીડિયા પર લાઇમલાઇટમાં રહે છે. અભિનેત્રી ઘણીવાર બોલ્ડ સ્ટાઈલમાં પોઝ આપે છે અને તેના સિઝલિંગ અવતારથી ચાહકોને આગ લગાવી દે છે.

ત્યારે હાલમાં જ તેણે એક પોસ્ટ શેર કરી છે, જેમાં તે સ્વિમિંગ પુલમાં જોવા મળી રહી છે. એક તસવીરમાં તે તેના ડોલે બતાવતી જોવા મળી રહી છે. આ પોસ્ટ સાથે શ્રેયાએ કેપ્શમાં લખ્યુ છે (I think my doley are kinda shole.)

જણાવી દઇએ કે, શ્રેયાએ 2009માં તેલુગુ ફિલ્મ ‘જોશ’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. 10 વર્ષ પછી, તેણે વર્ષ 2019માં ‘વ્હાય ચીટ ઈન્ડિયા’ થી બોલિવૂડમાં તેની કારકિર્દીની શરૂઆત કરી. જો કે, 2020માં રિલીઝ થયેલી હંસલ મહેતાની ‘સ્કેમ 1992’થી તેને સફળતા અને ઓળખ મળી.
View this post on Instagram
‘ધ ફેમીલી મેન’થી લઇને ‘મુંબઇ ડાયરીઝ 26/11’ સુધી અનેક હિટ વેબ સીરીઝમાં શ્રેયા જોવા મળી છે. શ્રેયા ધનવંતરીને વર્ષ 2020માં ટાઇમ્સ ઓફ ઇન્ડિયાની “Most Desirable Women List” માં 43માં સ્થાન મળ્યુ હતુ.
View this post on Instagram
