અંદરથી કેવું દેખાય છે સલમાન ખાનનું ઘર 1 BHK ? વીડિયો જોઇ લોકો બોલ્યા- આટલું નાનું ઘર – જુઓ તસવીરો

સલમાન ખાન એવા કલાકારોમાંથી એક છે જેમણે વધતી ઉંમરને ઠેંગો બતાવી પોતાના કરિયરને સુપર એક્ટિવ રાખી રહ્યો છે. એટલું જ નહીં ભાઈજાન ઘણા બિઝનેસ પણ ચલાવે છે. આ જ કારણ છે કે આ અભિનેતા આજે હજારો કરોડની સંપત્તિનો માલિક છે. જો કે, આટલા અમીર હોવા છતાં પણ સલ્લુ ભાઇ હજી પણ ગેલેક્સી એપાર્ટમેન્ટમાં જૂના એક બેડરૂમના મકાનમાં રહે છે.

જેની પાછળનું કારણ પરિવાર સાથેનું મજબૂત બંધન છે. ભલે તે આખી દુનિયામાં ફરે અને તેની પાસે કરોડોની કિંમતની કાર અને અન્ય સંપત્તિ હોય, પરંતુ જ્યારે ઘરની વાત આવે ત્યારે લોકો વિચારે કે સલમાન ખાનના એક બેડરૂમના એપાર્ટમેન્ટમાં શું સારું હશે ? જો કે સત્ય તો એ છે કે ભાઈજાનના આ નાનકડા ઘરમાં પણ દરેક ખૂણો તેની સંપત્તિ દર્શાવે છે.

રિપોર્ટ્સ અનુસાર આ ઘરની કિંમત 100 કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે. અભિનેતાનું ઘર નાનું ભલે છે પણ ઘરને ખૂબ જ સુંદર રીતે સજાવવામાં આવ્યુ છે. હાલમાં જ જ્યારે સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગની ઘટના બની ત્યારે મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે અભિનેતાને મળવા ઘરે પહોંચ્યા હતા. આ દરમિયાન ત્યાં સલમાનના પિતા સલીમ ખાન પણ હાજર હતા.

આ પછી સીએમની વિઝિટનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો હતો અને આ વીડિયોમાં લોકો સલમાન ખાનના ઘરને જોઈ હેરાન રહી ગયા હતા. વીડિયો જોયા પછી લોકોએ કહ્યું સલમાનનું ઘર આટલું સિમ્પલ અને નાનું છે. તે અબજોપતિ છે અને સૌથી પ્રીમિયમ મકાનમાં રહી શકે છે.

જો કે કેટલાકે તો એવું પણ કહ્યુ કે આ એક સંદેશ છે કે જે મોટા બિલ્ડિંગ અને બંગલાઓ પાછળ કરોડો રુપિયા દેખાવ માટે બગાડે છે. જણાવી દઈએ કે, બાંદ્રામાં અભિનેતા સલમાન ખાનના ઘરે ફાયરિંગ કરનારા આરોપીઓ ઝડપાઇ ગયા છે અને આ કેસની તપાસ હજુ ચાલુ છે.

Previous Article

અવનીત કૌરે સ્ટાઇલિશ બ્લૂ આઉટફિટમાં વરસાવ્યો કહેર, એક્ટ્રેસની હોટનેસે વધાર્યુ તાપમાન

Next Article

ગુટખા ખાઈને રેલવેમાં કચરો નાખતા પેસેન્જરને વીડિયો બનાવનારે કહ્યું, "કચરો ડબ્બામાં નાખો" તો બોલ્યો... "રેલવેને મેઇન્ટેન્સ આપું છું.." વીડિયો વાયરલ

error: Protected Content!