બોલિવૂડ સુપરસ્ટાર ગોવિંદાની ભાણી અને પ્રખ્યાત કોમેડિયન કૃષ્ણા અભિષેકની બહેન તેમજ ટીવી એક્ટ્રેસ આરતી સિંહના લગ્નની તૈયારીઓ જોરોશોરોથી ચાલી રહી છે, આરતીના પ્રી વેડિંગ ફંક્શન ખત્મ થઇ ગયા છે. એક્ટ્રેસની હલ્દી, મહેંદી અને સંગીત સેરેમની ખૂબ જ ધામધૂમથી યોજાઇ.
ત્યારે ગત રોજ મંગળવારે સંગીત નાઈટમાં આરતી જ્યાં જોરશોરથી ડાન્સ કરતી જોવા મળી ત્યાં તેના ભાઈ-ભાભીના રોમાન્સે ખૂબ લાઈમલાઈટ મેળવી. કૃષ્ણા અભિષેક અને કાશ્મીરા શાહનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં કૃષ્ણા પત્ની કાશ્મીરા સાથે રોમાંસ કરતો જોવા મળી રહ્યો છે. પેપરાજીને પોઝ આપતી વખતે બંને કેમેરામાં વારંવાર કિસ અને હગ કરતા જોવા મળ્યા હતા.
આટલું જ નહીં, પેપ્સની વિનંતી પર કૃષ્ણાએ કાશ્મીરાને હોઠ પર એક કિસ પણ કરી હતી. જો કે આ જોઈને કાશ્મીરા પણ ચોંકી ગઈ હતી. જતી વખતે તેણે પેપ્સને કહ્યું – બીજા કોઈ પાસેથી આની અપેક્ષા રાખશો નહીં. લુકની વાત કરીએ તો, આ દરમિયાન કૃષ્ણાએ બ્લેક ચમકદાર આઉટફિટ પસંદ કર્યો હતો, જ્યારે કાશ્મીરા મેટાલિક બ્લુ-ગ્રે સાડીમાં ચમકી રહી હતી.
View this post on Instagram