આરતી સિંહના સંગીતમાં અંકિતા લોખંડેએ એવું બ્લેક બ્લાઉઝ પહેર્યું કે ન દેખાવાનું દેખાઈ રહ્યું છે, જોતા જ શરમ આવશે, જુઓ તસવીરો વીડિયો
ટીવી એક્ટ્રેસ આરતી સિંહ હાલ તેના લગ્નને લઈને લાઇમલાઇટમાં છે. અભિનેત્રીની હલ્દી, મહેંદી અને સંગીત સેરેમનીની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. આરતી 25 એપ્રિલે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. હાલમાં એક્ટ્રેસના પ્રી વેડિંગ ફંક્શન જોરોશોરોથી ચાલી રહ્યા છે.
ત્યારે આ દરમિયાન મંગળવારે આરતીની સંગીત સેરેમની યોજાઇ હતી. જ્યાં ટીવી જગતના ઘણા જાણીતા ચહેરાઓ પહોંચ્યા હતા. મિત્રની ખુશીમાં અંકિતા લોખંડે પણ જોડાઈ હતી. અંકિતા લોખંડે હંમેશા તેના લુક અને સ્ટાઈલ માટે પ્રશંસા મેળવે છે. આ વખતે પણ આવું જ થયુ. આરતીના સંગીત સેરેમનીમાં અંકિતા તેના પતિ વિકી જૈન સાથે આવી હતી.
બિગ બોસ 17નું આ ફેમસ કપલ બ્લેક આઉટફિટમાં ટ્વિનિંગ કરતુ જોવા મળ્યુ. અંકિતા લોખંડે અને વિકી જૈને સ્વેગ સાથે પાર્ટીમાં એન્ટ્રી કરી હતી. અંકિતા લોખંડેએ આ દરમિયાન બ્લેક સાડી પહેરી હતી અને આ સાથે ડાયમંડ જ્વેલરી કેરી કરી હતી. જ્યારે વિકી જૈન બ્લેક થ્રી-પીસ સૂટમાં જોવા મળ્યો હતો.
કપલે પેપરાજીને આ દરમિયાન સાથે અનેક પોઝ આપ્યા અને પછી અંકિતાએ તેનું સોલો ફોટોશૂટ પણ કરાવ્યુ. અંકિતા લોખંડેએ પતિ વિકી જૈનને સાઇડમાં કર્યા બાદ જોરદાર પોઝ આપ્યા હતા. અંકિતા આ લુકમાં ગોર્જિયસ લાગી રહી હતી.
View this post on Instagram
જણાવી દઇએ કે, આરતી સિંહ બોલિવૂડ એક્ટર ગોવિંદાની ભત્રીજી છે. જો કે ગોવિંદા હજુ સુધી લગ્ન પહેલાના કોઇ પણ ફંક્શનમાં જોવા મળ્યા નથી. જેની પાછળનું કારણ આરતીના ભાઈ કૃષ્ણા અભિષેક અને ગોવિંદા વચ્ચેનો અણબનાવ હોવાનું કહેવાય છે.
View this post on Instagram