અવનીત કૌરની ફેશનનો કોઈ જવાબ નથી. જ્યારે પણ તેને સ્પોટ કરવામાં આવે છે, તે કમાલના અંદાજમાં જોવા મળે છે. અવનીત સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને અવાર નવાર તેની તસવીપો-વીડિયો શેર કરતી રહે છે. ત્યારે હાલમાં જ અભિનેત્રીએ રોયલ બ્લુ ડ્રેસમાં તેની કિલર સ્ટાઈલ ચાહકોને બતાવી છે. આ તસવીરો પોસ્ટ થતાની થોડીવારમાં જ વાયરલ થઈ ગઇ હતી.
જણાવી દઈએ કે આ પહેલી વાર નથી જ્યારે અવનીતે તેની સ્ટાઈલથી લાઈમલાઈટ લૂંટી હોય. આ પહેલા પણ તે ઘણીવાર તેના કિલર અંદાજથી ચાહકોના દિલ લૂંટી ચૂકી છે. અવનીત કૌરે રોયલ બ્લુ ડ્રેસમાં ફરી એકવાર તેની કિલર સ્ટાઈલ બતાવી. તસવીરોમાં તેની સ્ટાઈલ જોઈને ચાહકો ક્રેઝી થઈ ગયા.
આ તસવીરોમાં અવનીત ટેટૂ પણ ફ્લોન્ટ કરતી જોવા મળે છે. આ આઉટફિટની સાથે ટેટૂ ખૂબ આકર્ષક લાગી રહ્યુ છે. અવનીતે રોયલ બ્લુ થાઇ હાઇ સ્લીટ ડ્રેસ સાથે અદ્ભુત ઈયરિંગ્સ કેરી કરી હતી અને હાથમાં એક બેગ પણ કેરી કર્યુ હતુ. આ લુકમાં અવનીતે અલગ અલગ પોઝ પણ આપ્યા હતા.
22 વર્ષની ઉંમરે અવનીત ફેશન દિવા બની ગઈ છે, થોડી જ મિનિટોમાં અવનીતની તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગઈ. લગભગ દરેક લોકો તેના વખાણ કરતા જોવા મળ્યા. જણાવી દઈએ કે અવનીતના ઈન્સ્ટાગ્રામ પર 32 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.