મનોરંજન

પાર્ટીમાં દારૂનો ગ્લાસ લઈને આવ્યો સલમાન ભાઈજાન ? ગાડીની બહાર લોકોને જોતાં જ જીન્સના ખિસ્સામાં મૂકી દીધો

બોલીવુડના દબંગ કહેવાતા અભિનેતા સલમાન ખાન પોતાની સ્ટાઇલ અને પોતાના બેબાક અંદાજને લીધે ચર્ચામાં બનેલા રહે છે. એવામાં હાલમાં જ સલમાન ખાનની ફિલ્મ કીસી કા ભાઈ કિસી કી જાનની એક ઝલક દેખાડવામાં આવી છે, જેમાં તેનો અલગ જ અંદાજ જોવા મળ્યો છે.

લાંબા વાળમાં સલમાન ખાન એકદમ ડેશિંગ અને હેન્ડસમ લાગી રહ્યો છે. એવામાં ગત રાતે એવું કંઈક બન્યું કે સલમાન ચર્ચામાં આવી ગયો, અને સાથે જ અમુક લોકો દ્વારા તેને ટ્રોલ પણ કરવામાં આવ્યો.

ગત શનિવારે સલમાન ખાન મુરાદ ખેતાનીની બર્થ ડે પાર્ટીમાં પહોંચ્યો હતો. આ સમયે સલમાને બ્લુ ફૂલ સ્લીવ્સ ટીશર્ટ અને જીન્સ પહેર્યું હતું. જેવો જ સલમાન ગાડીમાંથી ઉતર્યો કે તેણે એવું કંઈક કર્યું જેને જોઈને લોકો પણ કન્ફ્યુઝ થઇ ગયા. જો કે સલમાને આવું શા માટે કર્યું તેનું હજી સુધી કારણ સામે આવ્યું નથી.

વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે, સલમાન ખાન ગાડીમાંથી બહાર ઉતરે છે ત્યારે તેના હાથમાં અડધો ભરેલો ગ્લાસ હોય છે આ દરમિયાન જેવા પેપરાજીઓ તેની તસવીરો ક્લિક કરવા માટે આગળ આવે છે કે તેને જોઈને સલમાન ગ્લાસ પોતાના પેન્ટના કિસ્સામાં છુપાવવાની કોશિષ કરે છે. જેના બાદ તે પાર્ટીમાં એન્ટ્રી કરે છે. જો કે, આ ક્ષણ કેમેરામાં કેદ થઇ જાય છે, અને વાયરલ પણ થઇ જાય છે. જેને જોઈને લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે આખરે સલમાન ગ્લાસમાં શું ભરીને આવ્યો હતો?

પાર્ટીની બહાર નીકળતી વખતે પણ સલમાનના હાથમાં તે જ ગ્લાસ હોય છે, અને ગાડીમાં બેસીને નીકડી જાય છે. સલમાનના આવું કરવા પર લોકો સવાલ કરી રહ્યા છે. કોઈએ કહ્યું કે ગ્લાસમાં શું હતું ? તો કોઈએ પૂછ્યું કે વોડકા કે પછી ગિન ટૉનિક? જ્યારે કોઈએ કહ્યું કે સલમાન સારી બ્રાન્ડનો દારૂ પીવે છે,જ્યારે  સલમાનના એક ચાહકે તેના સમર્થનમાં કહ્યું કે ગ્લાસમાં પ્રવાહી એકદમ પારદર્શક છે માટે તે પાણી છે અને તે તેનું પ્રમોશન કરી રહ્યો છે.

સલમાન છેલ્લી વાર ફિલ્મ અંતિમમાં જોવા મળ્યો હતો, તેની આવનારી ફિલ્મ કીસી કા ભાઈ કિસી કી જાન છે. આ સિવાય સલમાન પાસે ટાઇગર-3 ફિલ્મ પણ છે જે હિન્દી, તમિલ અને તેલુગુ ભાષામાં રિલીઝ થવાની છે. સલમાન ઘણા સમયથી મોટી સ્ક્રીન પર જોવા નથી મળ્યો એવામાં તેની આવવનારી ફિલ્મો માટે તેના ચાહકો ખુબ જ ઉત્સાહિત છે.