બોલિવૂડ સ્ટાર્સ જેટલા ધામધૂમથી ગણપતિ બાપ્પાનું સ્વાગત કરે છે એવા જ ધૂમ ધડાકા સાથે ગણપતિ વિસર્જનમાં ભાગ લેતા હોય છે. ત્યારે આ દરમિયાન સલમાન ખાન અને તેના પરિવારે પણ બાપ્પાનું વિસર્જન કર્યું, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયોમાં આખો ખાન પરિવાર એટલે કે અર્પિતા ખાન, તેના પતિ આયુષ શર્મા, સોહેલ ખાન, અરબાઝ ખાન, અરહાન, નિરવાન અને અલીજેહ અગ્નિહોત્રી ડાન્સ કરતા જોવા મળે છે. ગણપતિ વિસર્જનના વીડિયોમાં સલમાન ખાન પરિવાર સાથે ડાન્સ કરતો જોઈ શકાય છે. જ્યારે તેના ભાણીયા-ભત્રીજા સિવાય સુપરસ્ટારના ભાઈ-બહેનો પણ ડાન્સ કરતા જોવા મળે છે.
ચાહકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. જણાવી દઇએ કે આ પહેલા એક વીડિયો સામે આવ્યો હતો, જે સલમાન ખાનની બહેન અર્પિતા ખાન અને આયુષ શર્માના ઘરે યોજાયેલી ગણપતિ પૂજાનો હતો. ક્લિપમાં ભાઈજાન ભાણી આયત અને ભાણિયા આહિલ સાથે પૂજા કરતો જોવા મળ્યો હતો. જ્યારે અરબાઝ ખાન, સલીમ ખાન, સોહેલ ખાન અને યુલિયા વંતુર પણ જોવા મળ્યા હતા.
View this post on Instagram