કપિલ શર્મા શોના સેટ પર સલમાન ખાન જોવા મળ્યો ફૂલ મોજમાં, પૂજા હેગડે સાથે લગાવ્યા બરાબર ઠુમકા, ભાઈજાનનો અંદાજ જોઈને દર્શકો થયા કાયલ.. જુઓ વીડિયો
બૉલીવુડમાં ભાઈજાન તરીકે કરોડો ચાહકોના દિલમાં આગવી જગ્યા બનાવી ચૂકેલા સલમાન ખાનની એક ઝલક જોવા માટે પણ લોકો આતુર રહેતા હોય છે. ત્યારે તેની ફિલ્મની પણ દર્શકો આતુરતાથી રાહ જોતા હોય છે. થોડા જ દિવસમાં સલમાન ખાનની ફિલ્મ “કિસી કા ભાઈ, કિસી કી જાન” આવી રહી છે અને હાલ સલમાન ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે.
આ ફિલ્મનું ટ્રેલર 10 એપ્રિલે રિલીઝ થયું હતું, જેને દર્શકોએ ખૂબ પસંદ કર્યું હતું. ત્યારે હવે સલમાન ખાન તેની ફિલ્મના પ્રમોશન માટે પ્રખ્યાત ટીવી શો કપિલ શર્મામાં ગયો હતો. આ શોમાં સલમાન ખાન સિવાય આખી કાસ્ટ જોવા મળી હતી. કોમેડિયન કપિલ શર્માએ ઈન્સ્ટાગ્રામ પર એક ઝલક શેર કરી છે.
વીડિયોની શરૂઆત કપિલના ગીત અને શહનાઝના ડાન્સથી થાય છે. વીડિયોમાં કપિલ સલમાન ખાનનું ગીત જીને કે હૈ ચાર દિન ગાય છે અને ત્યારબાદ સલમાન ખાન પણ માઈક સાથે ગીત ગાતો જોવા મળે છે. આ પછી સલમાન એક પછી એક કેટલાય ગીતો ગાય છે અને આખી કાસ્ટ ડાન્સ કરવા લાગે છે. આ વીડિયોને શેર કરતા કપિલે કેપ્શનમાં લખ્યું “ભાઈજાન મૂડમાં છે.”
View this post on Instagram
સલમાન ખાને માત્ર ગીત ગાયું જ નહીં પરંતુ તેની કો-સ્ટાર પૂજા હેગડે સાથે કેટી કેટી ગીત પર ધમાલ ચોકડી પણ રજૂ કરી હતી. બંનેનો એક સાથેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં બંને બિલ્લી બોડેલી ગીત પર ડાન્સ કરતા જોવા મળે છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા સલમાને પોતે પોતાના ટ્વિટર હેન્ડલથી ફોટો શેર કર્યો હતો. સલમાન ખાને ફોટો સાથે કેપ્શનમાં લખ્યું, “હમણાં જ ધ કપિલ શર્મા શો પૂરો થયો.”
View this post on Instagram
આ ફિલ્મ 21 એપ્રિલ 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મ સમગ્ર ભારતમાં રિલીઝ થશે. ફિલ્મમાં સલમાન ખાન ઉપરાંત પૂજા હેગડે, શહનાઝ ગિલ, પલક તિવારી, સિદ્ધાર્થ નિગમ, જસ્સી ગિલ, જગપતિ બાબુ, વેંકટેશ દગ્ગુબાતી, બોક્સર વિજેન્દ્ર સિંહ ભૂમિકા ચાવલા અને અન્ય પ્રતિષ્ઠિત હસ્તીઓ જોવા મળશે. આ ફિલ્મના એક ગીતમાં રામ ચરણ પણ જોવા મળશે. શહનાઝ ગિલ અને પલક તિવારી આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે.