મનોરંજન

સલમાનની ‘સુમન’એ પરિવારજનોથી વિરુધ્ધ ભાગીને કર્યા હતા લગ્ન, આજે ફિટનેસ મામલે આપે છે બધાને ટક્કર

સલમાન ખાનની એક સમયની સુપરહીટ ફિલ્મ ‘મૈને પ્યાર કિયા’ ની માસુમ ચુલબુલી ગર્લ ‘સુમન’ નો રોલ પ્લે કરેલી ભાગ્યશ્રી તમને યાદ જ હશે. હાલમાં જ તે ટીવી ‘ચેનલ લાઈફ ઓકે’ નાં શો ‘લૌટ આઓ તૃષા’ માં પણ નજરમાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Bhagyashree (@bhagyashree.online) on

‘મૈને પ્યાર કિયા’ની સીધી-સાદી આ ગર્લ આ તસવીરોમાં એકદમ યંગ એન્ડ ફ્રેસ નજરમાં આવી રહી છે. 50 વર્ષીય ભાગ્યશ્રીએ ભલે તેમણે પોતાની પર્સનલ લાઈફને લીધે ફિલ્મોથી દુરી બનાવી લીધી હોય પણ ગ્લેમરની દુનિયામાં આજે પણ તેમની ચર્ચાઓ થાય છે.

 

View this post on Instagram

 

A post shared by Bhagyashree (@bhagyashree.online) on

50 વર્ષની ભાગ્યશ્રી આજે પણ ખુબ જ સુંદર અને ફિટ દેખાય છે. ભાગ્યશ્રીની આ ડેબ્યુ ફિલ્મ ખુબ જ હિટ સાબિત થઇ હતી. ભાગ્યશ્રીને બોલિવૂડમાં તેમના માસુમ ચહેરા અને સાદગી ભરેલા અંદાજ માટે ઓળખવામાં આવતા હતા.

 

View this post on Instagram

 

A post shared by Bhagyashree (@bhagyashree.online) on

1969માં 23 ફેબ્રુઆરીના રોજ ભાગ્યશ્રીનો જન્મ થયો છે. ખૂબ જ ઓછા લોકો જાણે છે કે ભાગ્યશ્રીએ પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત નાના પડદા પર વર્ષ 1987માં અમોલ પાલેકરના ટીવી શો કચ્ચી ધૂપથી કરી હતી. ત્યારબાદ તે ‘હોની અનહોની’, ‘કિસ્સે મિયાં બીબી કે’, ‘સમજૌતા’, ‘સંબંધ’, ‘આંધી જજબાતો કી’, ‘કાગજ કી કસ્તી’, ‘તન્હા દિલ તન્હા સફર’, ‘કભી કભી’ અને ‘લૌટ આઓ ત્રિશા’ જેવા શોમાં નજર આવી ચૂકી છે. ભાગ્યશ્રીએ ભોજપુરી ફિલ્મો પણ પ્રોડ્યુસ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Bhagyashree (@bhagyashree.online) on

જો કે પહેલી જ ફિલ્મમાં જબરદસ્ત એન્ટ્રી લેનારી ભાગ્યશ્રી ધીમે-ધીમે સ્ક્રીન પરથી ગાયબ થવા લાગી હતી. મૈને પ્યાર કિયાના શૂટિંગ દરમિયાન તેની બાળપણના મિત્ર હિમાલય દાસાની સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણયના કારણે જ તેનું કરિયર ખરાબ થઇ ગયું હતું. ભાગ્યશ્રીનો પરિવાર લગ્નની વિરુદ્ધમાં હોય ભાગ્યશ્રીએ પરિવારની વિરુદ્ધમાં જઈને લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. ભાગ્યશ્રીએ હિમાલય સાથે ભાગીને મંદિરમાં લગ્ન કર્યાં હતાં.

 

View this post on Instagram

 

A post shared by Bhagyashree (@bhagyashree.online) on

મોટા પડદાથી દૂર થઇ ચુકેલી ભાગ્યશ્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે પોતાની તસવીરો ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર શેર કરતા રહે છે. ભાગ્યશ્રીને બે બાળકો છે, જેમાં એકનું નામ અભિમન્યુ અને દીકરીનું નામ અવંતિકા છે. અભિમન્યુએ બોલિવૂડ ડેબ્યૂ કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Bhagyashree (@bhagyashree.online) on

બૉલીવુડ સિતારાઓને યોગા અને વર્કઆઉટનો ઘણો ક્રેઝ જોવા મળે છે. બૉલીવુડ સેલેબ્સ તેની તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયામાં શેર કરતા રહે છે. 50 વર્ષની ઉંમરે ભાગ્યશ્રીને જોઈને તેની ઉંમરનો અંદાજો લગાવો મુશ્કેલ છે. તેની પાછળ ક્યાંકને ક્યાંક યોગ જવાબદાર છે.

 

View this post on Instagram

 

A post shared by Bhagyashree (@bhagyashree.online) on

થોડા સમય પહેલા ભાગ્યશ્રીએ એક વિડીયો શેર કર્યો હતો. જેમાં ભાગ્યશ્રી બોસુ બોલ પર સંતુલન કરતી નજરે ચડે છે.બોલના સંતુલનની સાથે-સાથે ભાગ્યશ્રી 5 કિલો ડંબલ ઉઠવતી નજરે ચડે છે.

 

View this post on Instagram

 

A post shared by Bhagyashree (@bhagyashree.online) on

ભાગ્યશ્રીની ફિલ્મ મૈને પ્યાર ક્યુ કિયાની ભગ્ય સફળતા બાદ તેને બોલીવુડને હંમેશા માટે અલવિદા કહી દીધું હતું. ભાગ્યશ્રી બૉલીવુડથી ભલે દૂર હોય પરંતુ તે પાર્ટી અને ઇવેન્ટમાં નજરે આવતી હોય છે. ભાગ્યશ્રીએ અચાનક બૉલીવુડ છોડી દેતા તેણ ફેન્સ ચોંકી ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Bhagyashree (@bhagyashree.online) on

અત્યાર સુધી હંમેશા ફેન્સના મનમાં આએક સવાલ રહ્યો હતો કે આખરે એવું તે શું હતું કે ભાગ્યશ્રીએ બોલીવુડ છોડીને જવાનો ફેંસલો કર્યો હતો. હાલમાં જ ભાગ્યશ્રીએ આ અંગે ખુલાસો કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Bhagyashree (@bhagyashree.online) on

એક મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં ભાગ્યશ્રીએ જણાવ્યું હતું કે, તમે બૉલીવુડથી દૂર કેમ છો ? અને આ વાતને લઈને ફેન્સ તમારાથી નારાજ છે ? આ સવાલના જવાબ આપતા ભાગ્યશ્રીએ કહ્યું હતું કે, હું હંમેશા ફેન્સ સાથે જોડાયેલી રહી છું. હું સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે રૂબરૂ થવાની કોશિશ કરી રહી છું.

 

View this post on Instagram

 

A post shared by Bhagyashree (@bhagyashree.online) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.