આખી ઇન્ડસ્ટ્રી ગાંડી હતી આની પાછળ, હવે ચહેરો ઓળખવો પણ મુશ્કિલ
ડાયરેકટર ઇમ્તિયાઝ અલીની ફિલ્મ “સોચા ન થા”ની રીલિઝને 16 વર્ષ પૂરા થઇ ગયા છે. આ ફિલ્મ વર્ષ 2005માં આવી હતી. આ ફિલ્મમાં આયશા ટાકિયા અને અભય દેઓલ લીડ રોલમાં હતા. આ ફિલ્મ અભયની ડેબ્યુ ફિલ્મ હતી અને આયશાએ આ પહેલા વર્ષ 2004માં “ટાર્ઝન ધ વંડર કાર”થી ફિલ્મી કરિયર શરૂ કર્યુ હતું.
સલમાન ખાનની ફિલ્મ “વોન્ટેડ”માં જોવા મળેલી અભિનેત્રી આયશા ટાકિયા પૂરી રીતે મેકઓવર કરી લીધુ છે. સલમાન અને આયશાની જોડીને ઘણી પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મ સુપરહિટ પણ રહી હતી. આયશા ટાકિયા સાઉથની ફિલ્મોનું મોટુ નામ રહી ચૂકી છે.
આયશાની નવી તસવીરો સોશિયલ મીડિયા પણ ઘણી વાયરલ થઇ રહી છે. જેમાં તે ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં જોવા મળી રહી છે. ચાહકો આયશાને સરળતાથી ઓળખી પણ શકતા નથી.
આયશાએ સલમાન ખાન, શાહિદ કપૂર, સંજય દત્ત, અજય દેવગન, જોન અબ્રાહમ, અક્ષય કુમાર જેવા સ્ટાર્સ સાથે કામ કર્યુ છે. જો કે, તે બોલિવુડમાં સફળતા હાંસિલ કરી શકી ન હતી.
તે છેલ્લે ફિલ્મ “મોડ”માં જોવા મળી હતી, જે વર્ષ 2011માં આવી હતી. આયશાના પિતા ગુજરાતી અને માતા મુસ્લિમ છે. તેણે વર્ષ 2009માં બિઝનેસમેન ફરહાન આઝમી સાથે લગ્ન કર્યા હતા. તેમનો એક દીકરો પણ છે.
એડ ફિલ્મોને કારણે આયશાન કરિયરનો પહેલો બ્રેક મળ્યો હતો. તે મશહૂર સિંગર ફાલ્ગુની પાઠકના ગીત ‘મેરી ચુનર ઉડ ઉડ જાએ’ મ્યુઝિક વીડિયોમાં જોવા મળી હતી. આ બાદ તે ડીજે અકીલના ગીત ‘શેક ઇટ ડેડી’માં મોડલ કીથ સીક્વેરા સાથે જોવા મળી હતી.
આયશાએ કરિયરમાં ઘણી મોટી ફિલ્મો ગુમાવી હતી. જેમાં શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મ “મેં હૂ ના” સામેલ છે. આ ફિલ્મમાં પહેલા અમૃતા રાવ વાળો રોલ આયશા કરી રહી હતી પરંતુ કોઇ કારણસર તેને ફિલ્મમાંથી નીકાળી દેવામાં આવી. “મેં હૂ ના” બાદ તે આમિર ખાન સ્ટારર ફિલ્મ “ગજની” કરવાની હતી. આ પ્રોજેકટ વિશે તેણે ઘણીવાર ઇન્ટરવ્યુમાં વાત કરી હતી પરંતુ તે આ ફિલ્મનો હિસ્સો ના રહી.
આ વચ્ચે નાગેશ કુકુનૂર ડાયરેકટેડ ફિલ્મ “ડોર”માં આયશાએ એક રાજસ્થાની મહિલાનો રોલ પ્લે કર્યો હતો. ભારતીય દર્શકો માટે તે એક રેગ્યુલર ઓફ બીટ ફિલ્મ હતી પરંતુ આ ફિલ્મની પ્રશંસા દુનિયાભરમાં થઇ. આ ફિલ્મ બાદ આયશાને એક ખૂબસુરત ચહેરા સાથે સાથે અભિનયના ટેલેન્ટ પર પણ જોવામાં આવી.
ફિલ્મ “ડોર” બાદ આયશાને ઘણી ઓછી ફિલ્મો મળી. એવું એ માટે કારણ કે તે ફિલ્મમાં ઇંટીમેટ સીન્સ આપવા વિરૂદ્ધ હતી. આયશા ફિલ્મોમાં મીનિંગફુલ પાત્ર કરવા ઇચ્છતી હતી.
હાલમાં તે પતિ સાથે બિઝનેસમાં મદદ કરી રહી છે. ગોવામાં બુટિક હોટલ ડીઝાઇનિંગનું કામ આયશા સંભાળે છે. આયશાએ વર્ષ 2009માં લગ્ન બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દૂરી બનાવી લીધી. જો કે, વર્ષ 2010માં તે “પાઠશાલા” અને વર્ષ 2011માં “મોડ”માં જોવા મળી હતી.
તમને જણાવી દઇએ કે, આયશા ટાકિયાએ લગ્નના 4 વર્ષ બાદ 6 ડિસેમ્બર 2012ના રોજ દીકરા મિકાઇલને જન્મ આપ્યો હતો.
View this post on Instagram
આયશા ટાકિયાની થોડા સમય પહેલા એક તસવીર ખૂબ જ વાયરલ થઇ હતી જેમાં તે જીન્સ ટોપમાં જોવા મળી હતી. આ તસવીરમાં આયશા ખૂબ જ અલગ જ જોવા મળી રહી હતી અને ચાહકો પણ તેને સરળતાથી ઓળખી શક્યા નહતા.