કરીના કપૂર સાથે નિકાહ પઠવા જઇ રહ્યા હતા સૈફ અલી ખાન, એ દિવસે મળી અમૃતાને ચિઠ્ઠી, વાંચીને થઇ ગઇ હતી એવી હાલત, જાણો એ ચિઠ્ઠીમાં શું લખ્યુ હતું
બોલિવુડ અભિનેતા સૈફ અલી ખાન અને કરીના કપૂરે વર્ષ 2012માં લગ્ન કર્યા હતા. કરીના સાથે લગ્ન કર્યા પહેલા સૈફે 80ના દાયકાની ખૂબસુરત અભિનેત્રી અને તેનાથી 10 વર્ષ મોટી અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા હતા. અમૃતા સાથે અલગ થયા બાદ તેણે લગભગ 10 વર્ષ નાની અભિનેત્રી કરીના કપૂર સાથે લગ્ન કર્યા.
શું તમે જાણો છો કે, કરીના કપૂર સાથે લગ્ન કર્યા પહેલા સૈફે તેની પૂર્વ પત્નિ અમૃતા સિંહને પત્ર લખ્યો હતો. કરણ જોહરના લોકપ્રિય શો કોફી વીથ કરણમાં સૈફ અલી ખાને આ વાતનો ખુલાસો કર્યો હતો.
તેમણે કહ્યુ હતુ કે, જયારે તેમણે તેમની પૂર્વ પત્નિ અમૃતા સિંહને પત્ર લખવાના નિર્ણય પણ કરીના સાથે વાત કરી તો તે વાત પર કરીનાનું રિએક્શન શું હતું. શોમાં સૈફ તેમની દીકરી સારા અલી ખાન સાથે જોવા મળ્યા હતા. જયારે તેમણે કરીના સાથે આ વાત કરી ત્યારે કરીનાએ હકારાત્મક રિએક્શન આપ્યુ અને આવું કરવામાં મદદ પણ કરી હતી.
આ પત્રમાં સૈફે અમૃતાને જણાવ્યુ હતુ કે, તેઓ તેમના નવા જીવનની શરૂઆત કરવા જઇ રહ્યા છે. આ સાથે જ સૈફે અમૃતાને એક સારા જીવનની શુભકામના પણ આપી હતી. સૈફે કહ્યુ હતુ કે, આ પત્ર તેણે કરીનાને પણ બતાવ્યો હતો અને કરીનાના વાંચ્યા બાદ તેને અમૃતાને મોકલવાનું કહ્યુ હતું. સૈફે આગળ એ પણ જણાવ્યુ કે, પત્ર વાંચ્યા બાદ કરીના વધારે સપોર્ટિવ થઇ ગઇ હતી.
સૈફે શોમાં કહ્યુ હતુ કે, જયારે આ પત્રની વાત સારાને ખબર પડી ત્યારે તેણે પણ પિતાનું સમર્થન કર્યુ હતું. સારાએ કહ્યુ હતુ કે, પહેલા તો હું તમારા લગ્નમાં આવવાની હતી પરંતુ હવે વધારે ખુલ્લા મનથી લગ્નમાં આવીશ.
શોમાં સારાએ ખુલાસો કર્યો હતો જયારે સૈફ અને કરીનાના લગ્નનું આમંત્રણ મળ્યુ ત્યારે તેઓ એક્સાઇટેડ હતા અને તેમની માતા અમૃતા સિંહે જ તેમને તૈયાર કરીને મોકલી હતી.
તમને જણાવી દઇએ કે, લગ્ન પછી પણ સૈફ અમૃતા અને તેમના બાળકો સારા અને ઇબ્રાહિમનું સારી રીતે ધ્યાન રાખે છે. બધા જ તહેવાર પર તેઓ સાથે જોવા મળે છે.