ત્રણ દીકરા અને એક દીકરીના પિતા છે સૈફ અલી ખાન, જાણો ચારેય બાળકોની ઉંમરમાં કેટલું છે અંતર

ચારેય બાળકોની વચ્ચેની ઉંમરનું અંતર જાણીને હોંશ ઉડી જશે

બોલિવુડના નવાબ સૈફ અલી ખાન ચોથીવાર પિતા બની ગયા છે. તેમની પત્ની કરીના કપૂરે તેના બીજા બાળકને 21 ફેબ્રુઆરીના રોજ જન્મ આપ્યો છે. કરીનાએ તેના દીકરાને જન્મ આપ્યો છે.

Image source

સૈફ અલીખાન ચાર બાળકોના પિતા બની ગયા છે. તેમને ત્રણ દીકરા અને એક દીકરી છે. કરીના કપૂરે સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા બાદ વર્ષ 2016માં દીકરા તૈમુરને જન્મ આપ્યો હતો અને હવે કરીનાએ વર્ષ 2021માં બીજા દીકરાને જન્મ આપ્યો છે. આ સાથે જ સૈફ અલી ખાન ચાર બાળકોના પિતા બની ગયા છે.

Image source

સૈફ અલી ખાને કરીના કપૂર સાથે લગ્ન કર્યા પહેલા વર્ષ 1991માં અભિનેત્રી અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા હતા. બંનેને બે બાળકો સારા અલી ખાન અને ઇબ્રાહિમ અલી ખાન છે. લગ્નના ઘણા વર્ષો બાદ તેમણે અમૃતા સિંહ સાથે તલાક લીધા હતા.

સૈફ અલી ખાન અને તેમના ચાર બાળકો વચ્ચે કેટલી ઉંમરનું અંતર છે તે જાણો… સૈફ અલી ખાનની પૂર્વ પત્ની અમૃતા સિંહે 12 ઓગસ્ટ 1995ના રોજ દીકરી સારા અલી ખાનને જન્મ આપ્યો હતો. જે 25 વર્ષની થઇ ચૂકી છે.

Image source

અમૃતા સિંહે 5 માર્ચ 2001ના રોજ દીકરા ઇબ્રાહિમ અલી ખાનને જન્મ આપ્યો હતો. ઇબ્રાહિમ સારાથી 6 વર્ષ નાના છે. સૈફ અલી ખાનની બીજી પત્ની કરીના કપૂરે તેના પહેલા દીકરા તૈમુરને 20 ડિસેમ્બર 2016ના રોજ જન્મ આપ્યો હતો. જે 4 વર્ષના થઇ ચૂક્યા છે.

Image source

કરીના કપૂરે હાલમાં જ 21 ફેબ્રુઆરી 2021ના રોજ તેના બીજા દીકરાને જન્મ આપ્યો છે. કરીના અને સૈફનો બીજો દીકરો સારાથી 25 વર્ષ, ઇબ્રાહિમથી 19 વર્ષ અને તૈમુરથી 4 વર્ષ નાનો છે. ત્યાં જ કરીનાનો પહેલો દીકરો તૈમુર સારાથી 21 વર્ષ અને ઇબ્રાહિમથી 15 વર્ષ નાનો છે.

સૈફ અલી ખાન તેમના બધા બાળકોને એક બરાબર પ્રેમ કરે છે. સૈફ તૈમુર સાથે વધારે સમય વીતાવે છે પરંતુ તે સારા અને ઇબ્રાહિમ સાથે હંમેશા છે. તેઓના દિલમાં બધા બાળકો માટે એકસરખો જ પ્રેમ છે.

Image source

સૈફ અલી ખાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે ફિલ્મ “આદિપુરૂષ”માં જોવા મળશે. આ ઉપરાંત તે ફિલ્મ “ભૂત પોલિસ”માં જોવા મળશે. આ ફિલ્મમાં તેમની સાથે અર્જુન કપૂર, યામી ગૌતમ અને જેકલીન ફર્નાંડિસ પણ છે. આ સાથે જ તે ફિલ્મ “બંટી ઔર બબલી 2″માં નજરે પડશે.

Shah Jina