સૈફ અલી ખાન કેસમાં મોટો ખુલાસો, પોલિસે જે શંકાસ્પદની ધરપકડ કરી તે…

સૈફ પર હુમલો કરનાર આરોપીની નથી થઇ ધરપકડ, જે શંકાસ્પદને પોલિસે લીધો સકંજામાં તેને એક્ટરના કેસ સાથે કોઇ લેવાદેવા નથી…

બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર હુમલાના કેસમાં મુંબઈ પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી હતી. તે બાદથી પોલીસ તપાસ કરી રહી હતી કે શું તેણે સૈફ પર હુમલો કર્યો હતો ? જો કે તપાસ બાદ મુંબઈ પોલીસે સ્પષ્ટતા કરી કે જેની ધરપકડ થઈ તે સૈફના કેસ સાથે જોડાયેલો નથી. આ કન્ફર્મેશન બાદ એટલે કે ઘટનાના 38 કલાક બાદ પોલીસના હાથ ખાલી છે.

અત્યારસુધી કેટલાક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ હાઇપ્રોફાઇલ કેસને ઉકેલવા માટે મુંબઈ પોલીસ ઝડપી કાર્યવાહી કરી રહી છે. આરોપીઓને પકડવા માટે 35 ટીમો પણ બનાવાઈ છે. મુંબઈ પોલીસે જે શંકાસ્પદની ધરપકડ કરી હતી, તેનું નામ શાહિદ છે અને પોલીસે તેની ગિરગાંવના ફોકલેન્ડ રોડ પરથી ધરપકડ કરી હતી.

શાહિદ વિરુદ્ધ પહેલા હાઉસબ્રેકિંગના ચારથી પાંચ કેસ નોંધાયેલા છે, જો કે આ વ્યક્તિની પૂછપરછ એક્ટરના કેસ સાથે જોડાયેલી નથી. પહેલા એવું કહેવામાં આવી રહ્યુ હતું કે એક્ટરના કેસ મામલે જ આ વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે, જો કે મુંબઈ પોલીસે આ દાવાને ફગાવી દીધો અને સ્પષ્ટતા કરી છે કે જેની ધરપકડ થઈ તે એક્ટરના કેસ સાથે જોડાયેલો નથી.

Shah Jina