“કસોટી ઝિંદગી કે” ફેમ સાહિલ આનંદના ઘરે ગુંજશે કિલકારીઓ, તસવીર જોઇ ચાહકો બોલ્યા- બધાઇ હો
કોરોનાની મહામારીના સમયમાં ઘણા ટીવી અને બોલિવુડ સેલેબ્સ પેરેન્ટ્સ બન્યા છે. છેલ્લા ઘણા દિવસોમાં કેટલાક સેલેબ્સના ઘરે કિલકારીઓ ગુંજી છે. ત્યાં કેટલાક સ્ટાર્સ પેરેન્ટ્સ બનવાની રાહ જોઇ રહ્યા છે. આ લિસ્ટમાં હવે એકતા કપૂરનો શો “કસોટી ઝિંદગી કે 2″માં જોવા મળેલા અભિનેતા સાહિલ આનંદનું નામ પણ સામેલ થઇ ગયુ છે.
શો “કસોટી ઝિંદગી કે 2” અભિનેતા સાહિલ આનંદ હવે જલ્દી જ પિતા બનવા જઇ રહ્યા છે. સાહિલે તેમની પત્ની રજીનીત સાથે તસવીર શેર કરી તેની પ્રેગ્રેંસીનું એલાન કર્યુ છે.
સાહિલે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પત્નીના બેબી શાવરની તસવીર શેર કરી છે અને તસવીર શેર કરી લખ્યુ છે કે, પ્રેમ. આ તસવીરના બેકગ્રાઉન્ડમાં તમે જોઇ શકો છો કે એક ફુગ્ગા પર Its a girl લખેલુ છે.
View this post on Instagram
સાહિલ અને તેમની પત્ની તેમના પહેલા બાળકની ખૂબ જ રાહ જોઇ રહ્યા છે. આ તસવીરમાં જોઇ શકાય છે કે, તે બંને ગુલાબી રંગના કપડામાં નજરે પડે છે. ચાહકો પણ તેમને આ ખુશખબરી માટે ખૂબ જ શુભકામનાઓ પાઠવી રહ્યા છેે.
સાહિલ આનંદે વર્ષ 2011માં રજનીત સાથે લગ્ન કર્યા હતા. હવે લગ્નના 10 વર્ષ બાદ તેઓ પિતા બનવા જઇ રહ્યા છે. આને લઇને તેઓ ખૂબ જ ઉત્સાહિત છે.
તમને જણાવી દઇએ કે, થોડા સમય પહેલા જ ટીવી અભિનેત્રી અનિતા હસનંદાનીએ દીકરાને જન્મ આપ્યો હતો. જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ હતી.
ટીવી કપલ કિશ્વર મર્ચેંય અને સુયશ રાયએ પણ હાલમાં જ તેમની પ્રેગ્નેંસીની ખબર શેર કરી હતી. આ ઉપરાંત રણવિજય સિંહ અને તેની પત્ની પ્રિયંકા, સિંગર શ્રેયા ઘોષાલ, અભિનેત્રી વૃંદા દાવડા અને જયોત્સના ચાંડોલે પણ તેમની પ્રેગ્નેંસીનું એલાન કર્યુ હતું.