ખબર

સાથે કામ કરતા લોકોએ કહ્યું સચિન શાંત સ્વભાવનો હતો, તો પછી તેને આવું પગલું શું કામ ભર્યું ? તેના ઘરમાંથી મળી આવેલા પથ્થરનું શું રહસ્ય હતું ?

ગાંધીનગરમાંથી મળી આવેલા માસુમ બાળક નિરાધાર બાળકના મળ્યા બાદ ઘણા બધા ખુલાસો સામે આવ્યા છે, પોલીસે ગણતરીના સમયમાં જ તેના પરિવાર વિશેની ઓળખ મેળવી લીધી અને આ દરમિયાન ઘણા ચોંકાવનારા ખુલાસો સામે આવી રહ્યા છે. પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો અને નિરાધાર બાળકને મૂકી જનાર બીજું કોઈ નહિ તેના પિતા સચિન હોવાનું સામે આવ્યું હતું.

ત્યારે આ કેસમાં પોલીસે સચિન વિશેની માહિતી પણ મળેવવાની શરૂ કરી. જીએસટીવીના રિપોર્ટ અનુસાર સચિન વડોદરાની ઓઝોન કંપનીની અંદર કામ કરતો હતો. અને તે વડોદરાના છાણી વિસ્તારમાં આવેલા ડીસ્ટ્રીબ્યુટરને ત્યાં જતો હતો. તે  છેલ્લા ત્રણ મહિનાથી ત્યાં વિઝીટ કરતો હતો. ઓફિસમાં સચિનને જાણતા ઓઝોનના ડ્રિસ્ટ્રીબ્યુટર મનોજ ગાંધી સાથે જીએસટીવીએ ખાસ વાતચીત કરી હતી.

સચિને અઠવાડિયાની રજા માંગી હતી તેની સાથે કામ કરતા લોકોએ જણાવ્યું હતું કે તે શાંત સ્વભાવનો છે. તો પછી આખરે સચિનના દિમાગમાં એવું તો શું ચાલી રહ્યું હતું. આ ઉપરાંત સચિનના ઘરેથી પેઇન્ટિંગ કરેલા પથ્થર પણ મળી આવ્યા છે, જેમાં એક નામ તો સચિનનું છે પણ બીજુ નામ રવિનું છે તો આ કોણ છે તે કોયડો પોલીસ માટે તપાસનો વિષય છે.
(સૌજન્ય: જીએસટીવી)