રડતા રડતા બોલી પાક અભિનેત્રી, અરપોર્ટ પર પાકિસ્તાની હોવાને કારણે મારી સાથે એવું એવું થાય છે કે

પુલવામા હુમલા બાદ દેશભરમાં પાકિસ્તાની કલાકારોનો ઉગ્ર વિરોધ થયો હતો. ફિલ્મ અને ટીવી ઉદ્યોગના ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝે પણ પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ મૂક્યો હતો. આ બધા વચ્ચે પાકિસ્તાની અભિનેત્રી સબા કમરનો એક જૂનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સબા રડી રહી છે અને જણાવી રહી છે કે પાકિસ્તાની હોવાના કારણે તેને વિદેશમાં એરપોર્ટ પર કઈ-કઈ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. એક વાક્ય સંભળાવતા સબાએ કહ્યું, “આ પાકિસ્તાનની જમીન કે જેના માટે આપણે નારા લગાવીએ છીએ, પાકિસ્તાન ઝિંદાબાદ, પાકિસ્તાન ઝિંદાબાદ. પાકિસ્તાન આ પાકિસ્તાન તે…

પરંતુ જ્યારે બહાર જઈએ છીએ અને અમારી જે રીતે તપાસ થાય છે તે હું કહી શકતી નથી.” સબાએ વધુમાં કહ્યું કે, “જ્યારે હું ભારતીય ક્રૂ સાથે ફિલ્મના શૂટિંગ માટે ગઈ હતી, ત્યારે તેમને એરપોર્ટ પર જવા દેવામાં આવ્યા હતા. પરંતુ મને રોકી દેવામાં આવી હતી. તે પછી મારી સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. મારો ઈન્ટરવ્યુ લેવામાં આવ્યો હતો, પછી મને છોડી દેવામાં આવી હતી. મને સમજાયું કે આ સન્માન અમારું છે, આપણે કયાં સ્ટેન્ડ કરીએ છીએ. સબા કમર પાકિસ્તાની ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. ભારતમાં તેણે ઈરફાન ખાન સાથે ફિલ્મ ‘હિન્દી મીડિયમ’માં કામ કર્યું હતું.

પુલવામા બાદ ભારતમાં પાકિસ્તાન હુમલા ભારતના કલાકારો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.ભારતના ઘણા કલાકારોએ પણ પાકિસ્તાની કલાકારો સાથે કામ કરવાનો ઇનકાર કરી દીધો છે. તમને જણાવી દઈએ કે 14 ફેબ્રુઆરીએ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં CRPFના કાફલા પર હુમલો થયો હતો. આ હુમલામાં 40 બહાદુર જવાનો શહીદ થયા હતા.

વીડિયો શેર કરતાં સબા આલમ નામના ટ્વિટર એકાઉન્ટ યુઝરે લખ્યું કે, માત્ર સબા જ નહીં પરંતુ તમામ પાકિસ્તાની લોકોને આ શરમનો સામનો કરવો પડશે. અમારા બાળકોને માખીઓની જેમ મારી નાખવામાં આવે છે અને અમને આ આતંક સામે ન્યાય પણ નથી મળતો. હાફિઝ સઈદ જેવા આતંકવાદીઓ છૂટથી ફરે છે અને આપણે માત્ર લાચારીથી જોતા રહી જઇએ છીએ.

Shah Jina