IPL 2024 : દિલ્હી કેપિટલ્સના બોલર ઇશાંત શર્માએ ફેંક્યો એવો બોલ કે ઊંધા મોંએ પડ્યો રસેલ….આઉટ થયા બાદ બેટ થાબડી કર્યા બોલરના વખાણ- જુઓ વીડિયો

ઇશાંત શર્માના યોર્કર પર ઊંધા મોંએ પડ્યો આંદ્રે રસેલ, આઉટ થયા બાદનું રિએક્શન થયુ વાયરલ

ઇશાંત શર્માના ઘાતક બોલને ઝેલી ના શક્યો સ્ટાર આંદ્રે રસેલ, ઊંધા મોંએ પડ્યો- પેવેલિયન જતા સમયે બોલર માટે થાબડ્યુ બેટ- જુઓ વીડિયો

IPL 2024ની 16મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે દિલ્હી કેપિટલ્સ સામે ઐતિહાસિક સ્કોર બનાવ્યો. જો કે તેઓ SRHનો 277 રનનો રેકોર્ડ તોડી શક્યા નહોતા, પરંતુ KKRના બેટ્સમેનોએ સ્કોરબોર્ડ પર 272 રન બનાવ્યા હતા. સુનીલ નરેન, અંગકૃશ રઘુવંશી, રિંકુ સિંહ અને આંદ્રે રસેલે ટીમને મોટા સ્કોર સુધી લઈ જવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતુ. રસેલે 19 બોલમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 41 રનની ઈનિંગ રમી હતી, પરંતુ તે ઈશાંત શર્માના હાથે તે ક્લીન બોલ્ડ થઈ ગયો હતો.

ત્યારે આઉટ થયા બાદ રસેલની પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. 19મી ઓવર સુધી KKRનો સ્કોર 5 વિકેટે 264 રન હતો. ઇશાંત શર્મા ઇનિંગની છેલ્લી ઓવર નાખવા આવ્યો અને પહેલો જ બોલ તેણે પરફેક્ટ યોર્કર લેન્થ પર ફેંક્યો. રસેલ મોટો શોટ મારવા માંગતો હતો પરંતુ તેણે યોર્કર બોલ પર શરીરનું સંતુલન ગુમાવી દીધું અને તે ઊંધા માથે પડ્યો.

ઇશાંતના ઘાતક બોલ પર આઉટ થયા બાદ રસેલે બેટ થાબડી તેના વખાણ કર્યા હતા. સોશિયલ મીડિયા પર પણ લોકો ઈશાંત શર્માના બોલના વખાણ કરી રહ્યા છે. એક તરફ ઈશાંત શર્માએ ઈનિંગની છેલ્લી ઓવરમાં શાનદાર બોલિંગ કરી અને માત્ર 8 રન આપ્યા, જેના કારણે KKR આઈપીએલના ઈતિહાસમાં સૌથી મોટો સ્કોર બનાવી શકી નહીં અને આ સાથે તેણે 2 મહત્વની વિકેટ પણ લીધી.

પરંતુ કેકેઆર અને ડીસી વચ્ચેની મેચમાં સુનીલ નરેને ઈશાંતની એક ઓવરમાં 26 રન ફટકાર્યા હતા. મેચની વાત કરીએ તો KKR 106 રને જીતી ગયું હતું. KKR આ સિઝનમાં અત્યાર સુધી એક પણ મેચ હારી નથી. કોલકાતાએ અત્યાર સુધીમાં ત્રણ મેચ રમી છે અને ત્રણેયમાં જીત મેળવવામાં સફળતા મેળવી છે. આ પ્રથમ વખત છે જ્યારે KKR ટીમ IPL સિઝનમાં પ્રથમ ત્રણ મેચ જીતવામાં સફળ રહી છે.

Shah Jina