ખબર

BREAKING NEWS: વાવાઝોડાની તબાહી પછી CM રૂપાણીએ કરી મોટી જાહેરાત, જાણો ફાયદાની વાત

આજે આખો દિવસ દિવસભર તૌકતે વાવાઝોડાએ તબાહી મચાવી છે અને આજે સીએમ રૂપાણીએ પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. જેમાં તેમને જણાવ્યું કે, આપણા રાજ્યમાં અનેક જગ્યાએ વીજ પૂરવઠો ખોરવાયો છે.

5951 ગામમાં વીજ પૂરવઠો ખોરવાયો હતો. તેમાથી 2101 ગામમાં ફરી વીજળી આવી ચૂકી છે. 3850 ગામમાં કામગીરી ચાલી રહી છે છે.

220kvના 5 સબસ્ટેશન અસરગ્રસ્ત થયા હતા. જેમાંથી 1 સબસ્ટેશન શરૂ થઈ ગયા છે. જ્યારે 4માં કામગીરી ચાલુ છે. લગભગ 950 જેટલી ટિમ આ ઇસ્યુમાં કામગીરીમાં કાર્યરત છે.

વધુમાં તેમને જણાવ્યું કે ગત રોજથી શરૂ થયેલ વાવાઝોડું આશરે કાલની વહેલી સવાર સુધીમાં ગુજરાતમાંથી પસાર થઈ જશે. કલ સવારથી ભારે પવન નહીં હોય તેમ હવામાન ખાતાએ આગાહી કરી છે.

હાલમાં અમદાવાદ જિલ્લામાંથી વાવાઝોડું મહેસાણા જિલ્લા તરફ આગળ વધ્યું છે. પરિસ્થિતિ અંકુશમાં આવી રહી છે. છેલ્લા 3 દિવસથી આપણું તંત્ર એક્ટિવલી કામે લાગી ગયું છે એના લીધે કોઈ પણ મોટી દુર્ઘટના અને મોટી જાનહાનિ થઈ નથી.

વાવાઝોડાને કારણે મૃત્યુ નહીવત છે. અને એક્સિડેન્ટલ ડેથ 13 લોકોનાં થયા છે. મોટાભાગની અસર વીજ પુરવઠો ખોરવવો, ઝાડ પડી જતાં રસ્તા બ્લોક થયા છે. હાલમાં વાવેલો ઉનાળુ પાક જેમકે તલ, બાજરી, મગ પ્રકારના પાકોને નુકસાન થયું છે. કેરી અને નારિયેળીને ઘણું નુકસાન થયું છે. કાચા મકાન, ઝુપડાઓ પડી ગયા છે.

ઘણા મકાનો ક્ષતિગ્રસ્ત થયા છે. પશુઓ પણ મૃત્યુ પામ્યા છે તેના માટેની સહાયતા છે. કેશ ડોલ્સ જે લોકોને સ્થળાંતર કર્યાં તેમને આપવામાં આવી છે. કાચા મકાન ઝુપડાઓનું તૂટી જવું અને ખેતીવાડીમાં જે નુકસાન અને પશુઓનાં નુકસાન થયા છે

તેના સર્વેના આધારે સરકાર સહાયતા ચૂકવાશે. સરકાર આ બાબતે નિર્ણય કરશે સાથે જ મત્સ્ય બંદરો, માછીમારોના નુકસાનનો પણ સર્વે કરવામાં આવશે. કેશ ડોલ્સ અને ઘરવખરી ચૂકવવામાં આવશે. પશુપાલકોને સહાયતા ચૂકવવામાં આવશે.