લાલ અને સફેદ પાનેતરમાં એકદમ રાજકુમારી જેવી લાગી અનુપમા, દુલ્હનના લુકમાં જોઇ અનુજ પણ થઇ ગયો બેહોશ

અનુપમા અને અનુજના થઇ રહ્યા છે લગ્ન, રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના બન્યા સૌથી ખૂબસુરત દુલ્હા-દુલ્હન

ટીવી શો “અનુપમા”માં હવે ચાહકોની રાહ ખત્મ થવા જઇ રહી છે. બસ હવે લગ્નની કેટલીક રસ્મો બાદ અનુપમા અને અનુજ હંમેશા માટે એકબીજાના થવા જઇ રહ્યા છે. પાનેતર પહેરેલી અનુપમા આજે અનુજ સાથે ફેરા ફરવા જઇ રહી છે. શોના સેટથી રૂપાલી ગાંગુલીની કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં રૂપાલીને દુલ્હનના રૂપમાં જોઇ ચાહકો તો ફૂલ્યા સમાઇ રહ્યા નથી.અનુજ અને અનુપમા હવે લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે.

વાયરલ થઈ રહેલી તસવીરોમાં દેખાઈ રહ્યું છે કે અનુજ અને અનુપમા ગુજરાતી રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન કરી રહ્યા છે. આનો પુરાવો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરો છે.આ તસવીરોમાં અનુજ અને અનુપમા લગ્નના મંડપમાં ધાર્મિક વિધિ કરતા જોવા મળે છે. આ તસવીરો સામે આવતા જ ચાહકોની ખુશી સાતમા આસમાને પહોંચી ગઇ છે. શોમાં બતાવવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં અનુજ અને અનુપમા લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે.

અનુજ જ્યારે જાન લઇને અનુપમાના ત્યાં આવ્યો ત્યારે તેણે જોરદાર ડાન્સ કર્યો હતો. લગ્ન પહેલા અનુપમાનો બ્રાઈડલ લુક પણ સામે આવ્યો હતો. રૂપાલી ગાંગુલીએ દુલ્હનના લુકમાં કેટલીક તસવીરો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.તેણે સફેદ અને લાલ રંગનો લહેંગો પહેર્યો છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. અનુજ અને અનુપમાના સિંપલ લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

વનરાજની સામે અનુજ અનુપમાની માંગમાં સિંદૂર અને ગળામાં મંગળસૂત્ર પહેરાવવા જઇ રહ્યો છે.4 મેથી મેકર્સ અનુપમા અને અનુજનુ પ્રી-વેડિંગ સેલિબ્રેશન બતાવી રહ્યા છે. હવે આખરે લગભગ 15 દિવસ પછી દર્શકો તેમના મનપસંદ કપલને લગ્નગ્રંથીએ બંધાતા જોશે. શો આ દિવસોમાં ટોચ પર ચાલી રહ્યો છે. મેકર્સે દુલ્હા અને દુલ્હનની ઝલક પણ શેર કરી હતી.

જે બાદથી ટ્વીટર પર અનુપમા ટ્રેન્ડમાં ચાલી રહ્યુ છે. ટ્વીટર પર એપિસોડનો પ્રોમો શેર કરતા એક ચાહકે લખ્યું, ‘આપણે બધા જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણ આવી ગઈ છે. “આ બ્રહ્માંડની સૌથી ખૂબસુરત દુલ્હન.” અન્ય એક ચાહકે લખ્યું, “અનુજ કપાડિયા અને અનુપમા રોયલ લાગે છે. અનુજ કપાડિયાના લુકની વાત કરીએ તો લગ્ન માટે તેણે લાલ શેરવાની પહેરી છે અને તેણે ગ્રીન સાફો પણ બાંધ્યો છે.

અનુપમા અને રૂપાલી ગાંગુલીનુ નામ હાલ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યુ છે, અને તે હોવુ જ જોઈએ કારણ કે તેનું કારણ ખાસ છે. જ્યારથી આ શો શરૂ થયો છે, તે TRPની યાદીમાં ટોચ પર રહ્યો છે અને તેનું કારણ છે શોની કહાની…અનુપમા શો ડિરેક્ટર કટ પ્રોડક્શન હેઠળ રાજન શાહી અને દીપા શાહી દ્વારા નિર્મિત શો છે. આ શો બંગાળી સીરીઝ શ્રીમોઈ પર આધારિત છે. અનુપમા શોમાં રૂપાલી ગાંગુલી ટાઇટલ પાત્ર એટલે કે અનુપમાનું પાત્ર નિભાવી રહી છે.

શોમાં અનુજ તરીકે ગૌરવ ખન્ના છે જ્યારે સુધાંશુ અનુપમાના ભૂતપૂર્વ પતિ વનરાજની ભૂમિકા ભજવે છે. તમને જણાવી દઈએ કે અનુપમા સૌથી વધુ જોવાયેલા ટીવી શોમાંથી એક છે. ગૌરવ, રૂપાલી સિવાય અને સુધાંશુ પાંડે સિવાય શોમાં અનેક પાત્રો છે, જેમની ફેન ફોલોઇંગમાં શોમાં આવ્યા બાદ વધારો થઇ રહ્યો છે.

Shah Jina