મશહૂર ટીવી અભિનેત્રી અને બિગબોસ વિનર રૂબીના દિલૈક તેની શાનદાર ફિટનેસ અને સ્ટાઇલિશ લુક માટે ખાસ ઓળખ ધરાવે છે. પરંતુ એક સમય એવો પણ આવ્યો હતો જયારે રૂબીનાનું વજન વધી ગયુ હતુ અને તેને કારણે રૂબીના ઘણી પરેશાન થઇ ગઇ હતી.અભિનેત્રીને જયારે કોરોના થયો હતો ત્યારે તેનું વજન વધી ગયુ હતુ.
આ વાતનો ખુલાસો તેણે હાલની પોસ્ટમાં કર્યો છે. રૂબીનાએ તેની કેટલીક સ્ટાઇલિશ તસવીરો શેર કરી છે, જે ખૂબ વાયરલ થઇ રહી છે. પોસ્ટ પર તેના પતિ અને બિગબોસ કંટેસ્ટેંટ અભિનવ શુક્લાએ પણ કમેન્ટ કરી છે. રૂબીના દિલૈકે પોસ્ટમાં લખ્યુ છે કે, જયારે મને લાગ્યુ કે, પરફેક્ટ શરીર એ પરિભાષિત નથી કરી શકતુ કે હું કોણ છું.
ત્યારથી હું બીજીવાર પોતાને પ્રેમ કરતા શીખી રહી છુ. કોરોનાથી રિકવરી દરમિયાન મેં 7 કિલો વજન વધારી લીધુ હતુ. જે ઘણુ અસહજ હોવા સાથે સાથે આત્મવિશ્વાસ ઓછુ કરી દેનારુ હતુ. ફરીથી 50 કિલો વજન મેળવવા માટે મેં ઘણી મહેનત કરી પરંતુ…વજન સૌથી પહેલા તમારા સ્વાસ્થ્ય પર નિર્ભર કરે છે, ના કે તમારા લુક્સ પર..તમારા શરીરનું ધ્યાન રાખો.
રૂબિના દિલૈકની આ પોસ્ટ પર ચાહકો સાથે સાથે તેના પતિ અભિનવ શુક્લાએ પણ રિએક્શન આપ્યુ છે. તેણે લખ્યુ કે, ઠીક છે મેમ ! મેં તો માત્ર પરાઠા ખાઇ 7 કિલો વજન વધારી લીધુ હતુ. રૂબીના દિલૈકની આ પોસ્ટ પર 4 લાખથી વધારે લાઇક્સ આવી ચૂકી છે.
ઉલ્લેખનીય છે કે, રૂબીના દિલૈક મે મહિના આસપાસ કોરોના વાયરસથી સંક્રમિત થઇ ગઇ હતી. આ દરમિયાન તે તેના ઘરમાં પેરેન્ટ્સની નજીક રહી. રિકવરી બાદ તે કામ પર પરત ફરી પરંતુ તેની બોડીમાં ઘણા ચેન્જ આવ્યા જે અભિનેત્રીએ નોટિસ કર્યા.
ત્યાં ચાહકો રૂબીનાને પોઝિટિવ રિસ્પોન્ડ આપી રહ્યા છે, સાથે જ તેની પ્રશંસા પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યુ કે, રૂબીના તમે હંમેશા ખૂબસુરત લાગો છો. બીજા એક યુઝરે લખ્યુ કે, ગોર્જિયસ દીવા.
રૂબીનાએ બિગબોસ-14માં શાનદાર રમત રમી હતી. અહીં તેણે તેની ડાયટ અને વર્કઆઉટ પર ખૂબ કામ કર્યુ હતુુ. તે બિગબોસના ઘરમાં ઘણી સ્લિમ થઇ ગઇ હતી. એવામાં હવે તેની તસવીરોમાં થોડો ફરક જોઇ શકાય છે.
તમને જણાવી દઇએ કે, અત્યાર સુધી રૂબિનાના કેટલાક મ્યુઝિક વીડિયો રિલીઝ થઇ ચૂક્યા છે. રૂબીના જલ્દી જ બોલિવુડમાં ડેબ્યુ કરવા જઇ રહી છે. તેની ફિલ્મનું નામ “અર્ધ” છે. જેમાં તે હિતેન તેજવાની અને રાજપાલ યાદવ સાથે જોવા મળશે. આ ફિલ્મ સાથે જ મ્યુઝિક કમ્પોઝર પલાશ મુચ્છલ ડાયરેક્ટર બનવા જઇ રહ્યા છે.