ટ્રેનમાં મળેલ લાખો રૂપિયા અને જ્વેલરી પણ ના ડગાવી શકી ઇમાનદારી, કર્યુ એવું કે લોકો કરી રહ્યા છે વાહ વાહી

સોશિયલ મીડિયામાં ઘણા એવા કિસ્સાઓ પોલીસને લગતા સામે આવે છે જેમાં તેમના વિરુદ્ધ નેગેટિવ વાતો ફેલાવવામાં આવતી આપણે જોઈ શકીએ છીએ. પરંતુ તેમની ઇમાનદારીના ઘણા એવા કિસ્સાઓ પણ સામે આવે છે જે ખરેખર દિલ પણ જીતી લે છે.

આવો જ એક કિસ્સો હાલ સામે આવ્યો છે જેમાં આરપીએફની ટીમને 6.5 લાખ રૂપિયા ભરેલી બેગ મળી અને તે બેગને આરપીએફની ટીમ દ્વારા મહિલાને સહી સલામત સોંપી દેવામાં આવી. આટલા રૂપિયા જોઈને પણ આ આરપીએફના કર્મીઓનું મન સહેજ પણ ના લલચાયું. હવે આખો દેશ તેમના આ કામની પ્રસંશા કરી રહ્યો છે.

પ્રતિકાત્મક તસવીર

આ કિસ્સો સામે આવ્યો છે રામપુરમાં ગાડી સંખ્યા 05013 રાનીખેત એક્સપ્રેસમાં s3/64 સીટ પર એક મહિલા યાત્રીનો સામાન છૂટી ગયો હતો. જેને એસ્કોર્ટિંગ પાર્ટી હેડ કોન્સ્ટેબલ રમેશ ચંદ્ર, કોન્સ્ટેબલ દેશરાજ મીણા, હેડ કોન્સ્ટેબલ ઉપેંદ્ર સિંહ દ્વારા પોસ્ટ રામપુર પર જમા કરાવવામાં આવ્યો. જયારે આરપીએફે સામાન ચેક કરાવ્યો તો તેમાં એક સોનાનું મંગળસૂત્ર, એક જોડી કાનના ટોપ્સ જેની કિંમત 1 લાખ રૂપિયા હતી તથા 6.5 લાખ રૂપિયા નકદ હતા.

આ સામાનને સ્ટાફે લઇ સુપુર્દગીમાં લઇ લીધો. તે બાદ તેમણે મહિલાને મેસેજ કરી દીધો કે તેમનો સામાન સુરક્ષિત છે અને તે રામપુરથી આવીને લઇ શકે છે. તેમના સામાનમાં 6.5 લાખ રૂપિયા પણ મળ્યા હતા. તેમજ લગભગ 1 લાખની જ્વેલરી હતી. આ ઉપરાંત તેમના કપડા હતા, જે મહિલાને પાછા આપી દેવામાં આવ્યા.

Niraj Patel