આ વ્યકિતએ ઘરે લાવેલ નવી બાઈકનું કર્યું એવું ભવ્ય સ્વાગત કે લોકો પણ જોતા જ રહી ગયા, IPS અધિકારીએ શેર કર્યો વીડિયો, જુઓ

નવી બાઈકનું આટલું શાહી સ્વાગત, IPS અધિકારી બોલ્યા, ખુશીઓ માટે ઓડીની જરૂર નથી !

ઘણીવાર નાની નાની વસ્તુઓ પણ મોટી મોતુંય ખુશીઓનું કારણ બનતી હોય છે, સોશિયલ મીડિયામાં પણ આપણે ઘણા વીડિયો અને ઘણી એવી તસવીરો જોઈ હશે જેમાં ગરીબ બાળકો અને લોકોને મળેલી એક સામાન્ય વસ્તુ પણ તેમની ખુશીઓનું કારણ બની હોય અને આ તસવીરો દિલ જીતી લેતી હોય છે.

હાલ એવી જ એક ખુશીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેને આઇપીએસ અધિકારી દીપાંશુ કાબરા દ્વારા શેર કરવામાં આવ્યો છે, આ વીડિયોની અંદર એક વ્યક્તિ પોતાના ઘરે નવું બાઈક લઈને આવતા જોવા મળે છે અને આ બાઈકનું તે ધામધૂમથી સ્વાગત પણ કરી રહ્યા છે. જેના વીડિયોએ લોકોનું પણ દિલ જીતી લીધું છે.

આઇપીએસ અધિકરીએ આ શાનદાર વીડિયો શેર કરવાની સાથે કેપશનમાં લખ્યું છે, “ખુશીઓ માટે Porsche, Audi, Harley, Ducatiનું હોવું જરૂરી નથી હોતું, એક સાધારણ બાઈક જ પૂરતી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ નવું બાઈક ખરીદીને લાવ્યો છે. આ બાઇકને તેને ખુબ શાહી અંદાજમાં ફૂલોથી શણગાર્યું છે. જેના બાદ તે પોતાની બાઈકનું સ્વાગત કરે છે.

વીડિયોમાં એ પણ જોઈ શકાય છે કે જયારે આ વ્યક્તિ પોતાની નવી બાઈકનું સ્વાગત કરે છે ત્યારે તેની બંને બાજુ આતીશબાજી પણ થઇ રહી છે. આ જોવામાં ખુબ જ શાનદાર લાગી રહ્યું છે. વીડિયોમાં એ પણ જોઈ શકાય છે કે તે વ્યક્તિ પોતાની નવી બાઈક આગળ શ્રીફળ વધેરે છે, જેના બાદ તે બાઈકની ચારેય બાજુ પાણી છાંટે છે. આ વીડિયો લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે.

Niraj Patel