રિક્ષામાં બેઠેલી યુવતીને હોંઠ પર કિસ કરીને ભાગ્યો રોમીઓ, વીડિયો જોઈને રુવાડા ઉભા થઇ જશે

આ દિવસોમાં મહિલાઓ સાથે અત્યાચારોના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે જેને જોઇને લોકોના મનમાં આક્રોશ પેદા થઇ રહ્યો છે. લાહોરમાં પુરુષો દ્વારા એક મહિલા સાથે મારપીટનો એક ભયાનક વીડિયો સામે આવ્યા બાદ હવે એક અન્ય મહિલાને પરેશાન કરવાનો એક વીડિયો સામે આવ્યો છે.

આ વીડિયોમાં એક ખુલ્લા રિક્ષામાં બે મહિલાઓ જઇ રહેલી જોવા મળી રહી છે અને જયારે એક પુરુષ વાહન આગળ કૂદી જાય છે અને એક મહિલાના ગાલ પર કિસ કરી દે છે. આ વીડિયોમાં તે બે મહિલાઓ વચ્ચે એક બાળક પણ બેઠેલુ જોવા મળી રહ્યુ છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન ભલે જ મહિલાઓની સુરક્ષાનો દાવો કરી રહ્યા હોય પરંતુ હકિકત તો કંઇ અલગ જ છે.

મહિલા સાથે ઉત્પીડનનો વીડિયો સામે આવ્યા બાદ પાકિસ્તાન સરકાર વિરૂદ્ધ લોકો ગુસ્સો જાહેર કરી રહ્યા છે. વીડિયો ક્લિપમાં જોવા મળી રહ્યુ છે કે, એક રસ્તા પર બે મહિલાઓ રિક્ષામાં બેસી જઇ રહી છે. આ દરમિયાન એક યુવક મહિલા સાથે વારંવાર છેડખાની કરતો જોવા મળી રહ્યો છે. સાથે જ એક બાઇક પર સવાર બે યુવક રિક્ષાનો પીછો કરી રહ્યા છે, જે મહિલાને પ્રતાડિત કરવામાં આવી રહી છે, તે તેનો વિરોધ કરી રહી છે.

વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે, તે બૂમો પણ પાડે છે, પરંતુ તેનો કોઇ બચાવ નથી કરતુ. એવું કહેવામાં આવી રહ્યુ છે કે, આ વીડિયો પાકિસ્તાનના આઝાદી દિવસનો છે. 14 ઓગસ્ટના રોજ આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે.

Shah Jina